• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Complaint Of Making Nasty Remarks About The Child's Mother In An Online Class, Filing A Crime Against 2 Unidentified ID Holders In Cyber Crime

ક્રાઇમ:ઓનલાઇન ક્લાસમાં બાળકની માતા વિશે બીભત્સ ટિપ્પણી કરાતા ફરિયાદ, સાયબર ક્રાઇમમાં 2 અજાણ્યા આઈડીધારક સામે ગુનો દાખલ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા ઓનલાઇન ક્લાસ દરમિયાન બાળકની સાથે બેઠી હતી

સાઇબર ક્રાઈમના વધતા જતા ગુનાઓ વચ્ચે કોરોનાની મહામારીમાં ઓનલાઈન કલાસ પર હવે સલામત નથી એવું એક ઘટના પરથી જણાય છે.

શહેરની એક શાળામાં ચાલતા ઓનલાઈન ક્લાસીસમાં અજાણ્યા બે લોકોએ ફેક આઈડીથી પ્રવેશ કરી મહિલા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. આ મામલે સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા આઈડી ઘારકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરના ઈસનપુરમાં રહેતી એક મહિલા સામાન્ય રીતે તેના સંતાનના ઓનલાઈન ક્લાસીસ સમયે તેની બાજુમાં બેસતી હતી. બન્યું એવું કે તાજેતરમાં મહિલા ઓનલાઈન ક્લાસીસમાં હાજર હતી તે સમયે બે અજાણ્યા આઈડી ઘારકોએ ઝૂમ ઓનલાઈન મીટિંગમાં એન્ટ્રી લીધી હતી અને આ મહિલા વિશે અભદ્ર ટીપ્પણીઓ કરતા મેસેજ કરવાનું શરૂ કરી દીધું હતું.

ચાલુ કલાસમાં મહિલા વિશે બીભત્સ મેસેજ ફરતા કરવાની ઘટનાથી સોપો પડી ગયો હતો. આ તરફ મહિલા પણ પોતાના નામે થઈ રહેલી ટીપ્પણીઓથી ડઘાઈ ગઈ હતી. જો કે તેણે તુરંત સ્વસ્થ થઈને ટીપ્પણીઓનો પોતાના મોબાઈલ ફોનમાં સ્ક્રીનશોર્ટ લઈ લીધા હતા. આ અંગે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરતા તપાસ હાથ ધરાઈ છે.

વિદ્યાર્થીએ શિક્ષક સામે ગેરવર્તણૂક કરી હતી
થોડા સમય પહેલા સાઇબર ક્રાઈમ પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. જેણે કોલેજના ઓનલાઈન કલાસીસમાં તેના શિક્ષક સામે અભદ્ર વર્તણૂંક કરી હતી. આ મામલે કોલેજ સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવતા પોલીસે તપાસ હાથ ધરી વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...