વિવાદ:બાપુનગર ST સ્ટેન્ડમાં ટોઈલેટ ન હોવાની ફરિયાદ, રોજ 10 હજાર મુસાફરોની અવર જવર

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેતા સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના લોકોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ બાપુનગર એસટી સ્ટેન્ડથી રોજની 400 જેટલી બસો દ્વારા સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના 10 હજારથી વધુ પેસેન્જરોને બસ સુવિધા પૂરી પાડે છે. બસ સ્ટેન્ડ પર કોઈ પ્રાથમિક કે ટોઇલેટ સુવિધા નથી.

ટોઇલેટ ન હોવાથી સૌથી વધુ કફોડી સ્થિતિ મહિલાઓની થાય છે. બસ સ્ટેન્ડ પર ગંદકી હોવાની સાથે બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી પેસેન્જરોને રોડ પર જ બેસી રહી બસની રાહ જોવી પડે છે. એસટી નિગમે વિજય ચોક ખાતે બસ સ્ટેન્ડ તૈયાર કરાવ્યું હતું, પરંતુ ઈન્ડિયા કોલોની ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનતા આ બસ સ્ટેન્ડ ત્યાંથી ખસેડીને ગાયત્રી મંદિર સામે તૈયાર કરાયું છે. કંટ્રોલ કેબિન પણ મુક્યા, પરંતુ લોકોને એડવાન્સ બુકિંગની કામગીરી અવાર નવાર બંધ હોવાની ફરિયાદો ઉઠી છે.

નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવા સ્થાનિકોની માગ
હાલના બાપુનગર એસટી સ્ટેન્ડ પાછળ મોટું સરકારી મેદાન છે. જેને નિગમે સરકાર પાસેથી લઈ ટોઇલેટની સુવિધા, પીવાના પાણીની સુવિધા, એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે કંટ્રોલરૂમ સહિત અન્ય સુવિધાઓ સાથે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...