પતિ સામે ફરિયાદ:અમદાવદના નરોડામાં જેલમાંથી છુટ્યા બાદ પતિએ પત્નીને ફટકારી, જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તે નશો કરી અવાર નવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. જેના કારણે પત્નીએ પતિ સામે અગાઉ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ચાર દિવસ જેલની હવા ખાઇ બહાર આવેલ પતિ મોડી રાત્રે ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે ફરી પત્ની સાથે ઝઘડો કરી તેને ફટકારી હતી. ત્યારબાદ પત્ની અને દિકરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે ફરીએકવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નરોડા વિસ્તારમાં આરતી ગોપાલભાઇ શર્માએ (ઉ.37)પતિ ગોપાલ શર્મા સામે મારા મારી, ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ તેઓ પતિ પુત્ર-પુત્રી સાથે રહે છે અને ઘરકામ કરે છે. પતિ ગોપાલ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પતિ દારૂ પીવાની ટેવવાળો હોવાથી તે અવાર નવાર પત્ની સાથે નાની નાની બાબતે ઝઘડો કરતો હતો. તેથી થોડા સમય પહેલાં જ પત્નીએ પતિ સામે કેસ કરતા પતિની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ગઇકાલે આરતી પોતાના ઘરે દિકરી સાથે હાજર હતી. ત્યારે જ પતિ જેલમાંથી છુટાને ઘરે આવ્યો હતો. પતિએ કહ્યું હતું કે, કેમ મારા ઉપર પોલીસ કેસ કર્યો છે. આટલું કહ્યા બાદ પતિ ગાળો આપી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી પત્નીએ પતિને જણાવ્યું હતું કે, હું તમને સુધારવા માટે તમારાથી કંટાળી પોલીસ કેસ કર્યો છે આટલું કહેતા જ પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને માર મારવા લાગ્યો હતો. હતો. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તેમને છોડાવ્યા હતા. આ દરમિયાન પતિ ઘરમાંથી ચાકુ લઇ આવ્યો હતો અને કહ્યું હતું કે, જો ફરીથી પોલીસ કેસ કરીશ તો તને તથા દિકરીને જાનથી મારી નાંખશી. આ સમયે આરતીએ પોલીસને બોલાવાનું કહ્યું હતું. જેથી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...