ધમકી:પૂર્વ કોર્પોરેટર અને તેના દીકરાને માર મરાતા ફરિયાદ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓઢવના પૂર્વ કોર્પોરેટર અને તેમના દીકરા સાથે ચાર શખસોએ ઝઘડો કરીને લોખંડની પાઈપ વડે ઢોર માર માર્યો હતો એટલું જ નહીં લૂંટ કરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઓઢવમાં રહેતા અને હર્ષદ ચેમ્બરમાં દુકાન ધરાવતા ભરતભાઈ પટેલ અને તેમનો દીકરો દુકાને હાજર હતા ત્યારે ભંવરસિંગ રાવ, ગજેન્દ્રસિંહ રાવ, અરવિંદ રાવ, સંદિપ આચાર્ય ત્યાં આવ્યા હતા. મને પૂછ્યા વગર રસ્તો કેમ બંધ કર્યો છે તેમ કહીને ઝઘડો કરી માર મારી તેમની પાસેથી રૂ.4100 ની લૂંટ કરી હતી. આ અંગે ભરતભાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...