તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી પાણીની સમસ્યા:સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાની સ્ટેન્ડિંગમાં ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટર સાથે થનારી બેઠકો બંધ થતા રજૂઆત
  • તમામ કેચપીટોમાં ફરીથી માટી કાઢી વરસાદી પાણીના સરળ નિકાલ માટે પણ રજૂઆત કરાઈ

સામાન્ય વરસાદમાં શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ હતી. જેમાં એવી રજૂઆત પણ થઇ હતી કે, આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારી દ્વારા દર સપ્તાહે કોર્પોરેટર સાથે બેઠક યોજવામાં આવતી હતી તે બંધ થવાને કારણે આવી રજૂઆત પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવી પડે છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં ભરતા પાણી મુદ્દે રજૂઆતો થઇ હતી. જેમાં તત્કાલ પાણીના નિકાલ માટેની તમામ કેચપીટ ફરીથી સાફ કરવા જણાવાયું છે. હાલ સફાઇ બાદ પણ કેચપીટમાં માટી ભરાયેલી હોવાથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાની રજૂઆત થઇ હતી. આખરે મ્યુનિ. કમિશનર દ્વારા સભ્યોને ખાતરી આપવામાં આવી હતી કે, તેઓ જ્યાં પાણી ભરાતાં હોય તે તમામ વિસ્તારની યાદી આપવા માટે જણાવ્યું હતું. જેથી તે વિસ્તારમાં ડીવાયએમસી કક્ષાના અધિકારી દ્વારા જગ્યા પરની મુલાકાત લઇને યોગ્ય કાર્યવાહી થઇ શકે.

વરસાદ બંધ થતાં હાલ મોટાભાગના વિસ્તારમાં પાણી ઉતરી જાય છે. પરંતુ જે વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય પાઇપ લાઇન નાખેલી નથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાનો હાલ ઉકેલ આવી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીમાં ગુરુવારે લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટની જ્યાં સુધી રાત્રિ કર્ફ્યૂને કારણે બંધ રહે ત્યાં સુધીની લાઇસન્સ ફી અને ભાડું માફ કરવા સહિતના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...