અમદાવાદ શહેરમાં પરકોલેટિંગ વેલ બનાવવા માટે બનાવવામાં આવી છે જે અંતર્ગત 80 ટકા ફાળો મ્યુનિસિપલ કોર્પોરેશન અને 20 ટકા સોસાયટી કે ફ્લેટ દ્વારા ભરવાનો હોય છે. ત્યારે હવે આ પોલીસીમાં કોર્પોરેટરો પણ પોતાનું બજેટ ફાળવી શકે તેવું સૂચન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું હતું. કોર્પોરેટરો 10 ટકા પોતાના બજેટની રકમ પરકોલેટિંગ વેલ બનાવવા માટે થઈ અને ફાળવી શકે તેનો અમલ કરવા માટે થઈ અને જાણ કરવામાં આવી છે. ચોમાસા પહેલા આ બદલાવ કરવામાં આવે અને અમલીકરણ થાય તેવું જણાવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું. પરકોલેટિંગ વેલ બનાવવા માટેની પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં શહેરમાં માત્ર 30 જ અરજી આવી છે અને લોકોમાં જાગૃતતા આવે તેમજ લોકોને ફાયદો થાય તેના માટે થઈ અને કમિશનરને આ સૂચન કરાયું છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા કૂતરાઓ અંગે ચર્ચા
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા કૂતરાઓને લઈને પણ ચર્ચા થઈ હતી. શહેરમાં અનેક જગ્યાએ રખડતા કૂતરાઓનો ત્રાસ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં જ એક સોસાયટીમાં મહિલાને કુતરુ કરડ્યું હતું. આવા શહેરમાં અનેક કુતરાઓ છે અને કૂતરાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં અંદાજે ત્રણ લાખ જેટલા કુતરાઓ છે અને તેમાંથી 2.10 લાખ કુતરાઓનું ખસીકરણ થઈ ચૂક્યું છે. બાકીના કૂતરાઓનું ખસીકરણ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જો કે, આ બાબતને લઈ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે.
કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવા અધિકારીઓને તાકીદ
કેટલાય સમયથી પાલડી વિસ્તારમાં જલારામ મંદિર અંડર પાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી મેટ્રો કોર્પોરેશન સાથે ચર્ચા કરી અને આ કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવા અધિકારીઓને તાકીદ કરી હતી. કારણ કે આ કામગીરી ખૂબ જ ધીરી ચાલી રહી છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ માદલપુર ગરનાળાથી પરિમલ ગાર્ડન તરફ જવાનો જે રોડ છે. તે રોડ પર સર્વિસ રોડ ખૂબ જ પહોળો છે. જેથી ત્યાં વચ્ચે ઝાડ આવેલા છે તેને કાપવા માટે થઈ અને રોડને વધુ પોળો કરવા માટે થઈ અને જણાવવામાં આવ્યું છે. જેથી આ રોડ ઉપર રહેલા અંદાજે 100 જેટલા વૃક્ષોને કાપી અને રોડને પહોળો કરવા માટે હિલચાલ કરવામાં આવી છે
ગાર્ડનોમાં યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવતું નથી
અમદાવાદ શહેરમાં પીપીપી ધોરણે અનેક ગાર્ડન આવેલા છે. ગાર્ડનોમાં મેન્ટેનન્સને લઈ અને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ હતી. શહેરના પીપીપી ધોરણે આવેલા ગાર્ડનોમાં યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવતું નથી. અનેક જગ્યાએ રમત ગમતના સાધનો તૂટી ગયા છે તો કેટલીક જગ્યાએ તેની જાળવણી થતી નથી જેને ધ્યાનમાં રાખી અને જે પણ કંપની દ્વારા મેન્ટેનન્સ કરવામાં આવતું હોય અને પીપીપી ધોરણે આમાં આપ્યું છે તેની સામે પગલાં ભરવા માટે થઈ અને અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.