અમદાવાદ ક્રાઈમ ન્યુઝ:હું આઇપીએસ સફીન હસન બોલું છું કહીં યુવતીને ફોન પર બ્લેક મેઇલ કરતા શખ્સ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યુવતીઓની છેડતી કરવામાં લોકો કોઈપણ પાછીપાની કરતા નથી અને દિલફેક રોમિયોના કારણે અનેક યુવતીઓ હેરાન થઈ જાય છે. પરંતુ આ વખતે આઇપીએસ સફીનના નામે એક યુવકે યુવતીને ફોન કરીને તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે પ્રયાસ કર્યો હતો. તેમજ અલગ અલગ નંબરથી વાત કરી. આ ઉપરાંત વોટ્સએપ ચેટથી પણ વાતો કરી. પરંતુ યુવતીને શંકા જતા તેમણે ગૂગલ પર સફીન વિશે તપાસ કરી પરંતુ તેની કોઈ વિગત ન મળતા આ સમગ્ર મામલે તેણે હાલ અમદાવાદ શાહીબાગ ક્રાઈમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આવા ટપોરી જેવા રોમિયોને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

અજાણ્યા નંબરથી યુવતીને ફોન આવ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી નુરી (નામ બદલ્યું છે) પરિવાર સાથે સુખેથી જીવન વિતાવે છે. અન્ય યુવતીઓની જેમ તેને પણ અનેક સપનાઓ હતા અને તેને પણ કોઈ સપનાનો રાજકુમાર મળે તેવી ઇચ્છા હતી. પરંતુ આ બધા વચ્ચે એક દિવસ તેને અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને આ ફોન કરનાર વ્યક્તિએ તેને કહ્યું કે, મારું નામ સફીન હસન છે. હું આઇપીએસ ઓફિસર છું. મારે તારી સાથે મિત્રતા કરવી છે.

યુવક યુવતી સાથે મિત્રતા કેળવવા માટે પ્રયાસ કરતો
ધીમે ધીમે સફીન હસનના નામે આ યુવક યુવતી નુરી સાથે મિત્રતા કેળવવા માટે પ્રયાસ કરતો હતો. તે યુવતીને વોટ્સએપ પર પણ મેસેજ કરતો હતો. જોકે, યુવતીને તેના પર શંકા જતા તેણે ગૂગલ પર સર્ચ કરીને સફીન વિશે તપાસ કરી હતી. જ્યાં તેના વિશે કોઈ માહિતી ન મળતા યુવતીને શંકા ગઈ કે કોઈ આઇપીએસ અધિકારી આવી રીતે યુવતીને પરેશાન કરે નહીં. એટલે તેને આ યુવકને વીડિયો કોલથી વાત કરવાનું કહ્યું પરંતુ તેને વીડિયો કોલ પર વાત કરવાની ના પાડી દીધી.

યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધા
ત્યારબાદ યુવતીએ વાત કરવાનું ટાળતા અલગ-અલગ નંબરથી આ યુવક ફોન કરતો હતો અને વાત કરવા પ્રયાસ કરતો હતો. ત્યારે યુવકને ખબર પડી ગઈ કે તે ખુલ્લો પડી ગયો છે એટલે તેણે યુવતીને પોતાની ઓળખ અલગ આપવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે હાલ યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે અમદાવાદ શાહીબાગ પોલીસે આરોપીને શોધવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...