કાર્યવાહી:રૂપિયા 1245 કરોડની ઉચાપત કરતા એસ કુમાર્સના માલિકો સહિત 16 સામે CBIમાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SKNL ગુજરાતમાં ઝઘડિયા, ભરૂચ અને મ.પ્ર.ના દેવાસમાં યુનિટ ધરાવે છે
  • CBIના ગુજરાત, મહારાષ્ટ્ર અને પ. બંગાળમાં 13 દરોડા, વાંધાજનક દસ્તાવેજો મળ્યા

આઈડીબીઆઈ બેંક સહિત કુલ ચાર બેંકો સાથે કુલ રૂા. 1245 કરોડથી વધુની લોન અને ક્રેડીટ લઈ બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા મામલે સીબીઆઈએ કાપડના વ્યવ્સાય સાથે સંકળાયેલા એસકેએનએલ( એસ કુમાર્સ નેશન વાઈડ લીમીટેડ)ના સંચાલકો સહિતના કુલ 16 વ્યકિતઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે સીબીઆઈની વિવિધ ટીમો દ્રારા મહારાષ્ટ્ર, ગુજરાત, અને પશ્ચિમ બંગાળ સહિત કુલ 13 સ્થળોએ રેડ કરી સંખ્યાબંધ વાંધાજનક દસ્તાવેજો કબજે કર્યા છે.

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આઈડીબીઆઈ બેંક લિમિટેડ કોલાબા મુંબઈ શાખા દ્રારા સીબીઆઈ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી અને ગુજરાતમાં ઝઘડીયા, ભરૂચખાતે તેમજ મધ્યપ્રદેશમાં દેવાસખાતે મેન્યુફેકચરીંગ યુનિટ ધરાવતી હાઈ વેલ્યુ ફાઈન કોટન ફેબ્રિક અને હોમ ટેક્સટાઈલના વ્યવ્સાય સાથે સંકળાયેલી એસકેએનએલ( એસ કુમાર્સ નેશન વાઈડ લીમીટેડ)ના પ્રમોટર,ડાયરેકટર સહિત કુલ 14 સામે બેંકમાંથી કુલ 1245 કરોડથી વધુ રકમની છેતરપીંડી કરવાની ફરિયાદ કરી હતી.

ફરિયાદ પ્રમાણે આ કંપનીએ આઈડીબીઆઈ ઉપરાંત અન્ય ચાર બેંકો પાસેથી વર્ષ 2012થી 2018 દરમિયાન લોન અને ક્રેડીટ ફેસેલીટીનો દુરપયોગ કરી બેંકોને કુલ રૂ. 1245 કરોડનું નુકશાન થયુ હતુ.

કઈ કઈ બેંકો સાથે છેતરપિંડી કરી
એસ કુમાર્સ નેશન વાઈડ લીમીટેડના પ્રમોટરો અને ડાયરેકટરોએ આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ નેશનલ બેંક, અને ઈન્ડિયન બેંકનો સમાવેશ થાય છે. IDBIએ તમામ બેંકો વતી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓ કોણ?
સીબીઆઈએ મેસર્સ એસકેએનએલના પ્રમોટર્સ, ડાયરેકટર્સ અને ખાનગી વ્યકિતઓ સામે ગુનો દાખલ કર્યો છે. તેમાં નિતિન શંભુકુમાર કાસ્લીવાલ, વિજય ગોવર્ધનદાસ કલાન્ત્રી, અનિલ કુમાર ચન્ના, રાજીન્દર કિશન ગર્ગ, જગદીશ સંજીવા શેટ્ટી, દારા દિનશા અવેરી, સુરેશ નરાસાપ્પા તલવાર, નવિન સામબ્તાની, પ્રદિપ કારીયાટ્ટુ ભાસ્કરન કુમાર, યોગેશ હિંમતલાલ પટેલ, ઉદય જયવંથ કામત, વનરાજ વિનોદચંદ્ર શાહ, હરેશ મિલિયોમલ ઈસરાની, અને સુનિલ કુમાર જૈન અને અન્યોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...