ઘરકંકાસ:કેનેડાના વીઝા ન મળતાં પત્નીની પતિ અને સાસરિયાં સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની ઘરેલુ હિંસાની ફરિયાદ રદ કરવા પતિ હાઈકોર્ટ પહોંચ્યો

મહિલાઓના હકના રક્ષણ માટે બનાવેલા ઘરેલુ હિંસાના કાયદાનો દુરુપયોગ કેટલો વ્યાપક બન્યો છે તેનું ઉદાહરણ આપતો એક કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે. 5 દિવસના જ લગ્નજીવનમાં પત્નીએ પતિ અને સાસરિયાં સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરીને સસરાને ઘરની બહાર કાઢી મુકવા કારસો રચ્યો. કેનેડા એમ્બેસીએ મહિલાના વિઝા રદ કરતા ગુસ્સે ભરાઇને પતિ, સાસુ-સસરા સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી દીધી.

લગ્ન કરીને 4 દિવસમાં જ કેનેડા ગયેલા પતિએ પત્નીને કેનેડા લઇ જવા માટે અનેક પ્રયત્નો કરવા છતા વિઝા રદ થયા હતા. આ અંગે પતિ, સાસુ-સસરાએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ ઇલેશ વોરાએ સાસુ-સસરાની સામે ચાર્જશીટ કરવા પર સ્ટે ફરમાવી દીધો છે. યુવક તરફથી એડવોકેટ રશ્મિન જાનીએ એવી દલીલ કરી હતી કે, મેરેજ બ્યૂરોની સાઇટ પરથી ભાવનગરમાં રહેતી યુવતી સાથે સંપર્ક થયા બાદ યુુવક કેનેડાથી ભારત આવી યુવતી સાથે લગ્ન કરી યુવક 5 દિવસમાં જ કેનેડા પરત જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...