ફરિયાદ:અમદાવાદમાં સેટેલાઈટના વેપારીના પ્લોટ પચાવનારા બે સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

સેટેલાઈટમાં રહેતા વેપારીની ઓગણજની સીમમાં આવેલા જમીનના પ્લોટ પર પોતાના નામે બનાવટી એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર તથા પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટમાં ઓરડી અને કંપાઉન્ડ વોલ બનાવી જમીન પચાવી પાડવાનારા સામે વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.

સેટેલાઈટમાં રહેતા અને શેર ટ્રેડિંગનો વ્યવસાય કરતા મનીષ જશવંતલાલ શાહે ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓગણજની સીમમાં આવેલી મેઘમલ્હાર હાઉસિંગ સોસાયટીમાં એક પ્લોટ ખરીદ્યો હતો જેના દસ્તાવેજી પુરાવા તેમની પાસે છે. જો કે ગત 3 સપ્ટેમ્બર 2022ના રોજ તેમને કોઈ કે જાણ કરી હતી કે, તેમના પ્લોટ પર શંભુ વેલાભાઈ દેસાઈ (રહે. ચેહરનગર,ઘાટલોડિયા) તથા દશરથ ભૂરાભાઈ દેસાઈ (રહે.સરસ્વતી નગર, ઘાટલોડિયા)તેમજ તેમના મળતિયાઓએ આ પ્લોટ પર ં ગેરકાયદે ઓરડી અને કંપાઉન્ડ વોલ બાંધી દીધી હતી. આ અંગે મનીષભાઈએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...