આધારકાર્ડમાં સુધારા વધારાનું કૌભાંડ:ભાજપના મહિલા કોર્પોરેટરના આધાર ફોર્મમાં ડુપ્લીકેટ સહી સિક્કા કરી કૌભાંડ બદલ મહિલા સહિત બે સામે ફરિયાદ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા પોપ્યુલર પ્લાઝા સોમેશ્વર પાર્ક કોમ્પલેક્ષમાં નવાવાડજ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડમાં સુધારા- વધારા તેમજ કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું હતું. આનંદ નગર પોલીસે આમ અમને મનીષા શેખ અને દુર્ગાપ્રસાદ યાદવ સામે પોલીસ ફરિયાદ નોંધી અને અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ આરોપીઓએ કેટલા લોકોને અગાઉ ફોર્મમાં સહી સિક્કા કર્યા છે અને અન્ય કોઈ સામેલ છે કે કેમ વગેરેની તપાસ હાથ ધરી છે.

આધાર ફોર્મ જોઇને ઓપરેટરને શંકા ગઈ
નવરંગપુરા ખાતે આવેલા ભારત સરકારના આધાર કાર્ડ કેન્દ્રમાં જ્યારે એક વ્યક્તિ નવા વાડજ વોર્ડના મહિલા કોર્પોરેટર ભાવનાબેન વાઘેલાના સહી સિક્કા કરેલું આધાર ફોર્મ લઈને ગયા હતા ત્યાં ઓપરેટરને શંકા ગઈ કે આ સહી સિક્કા ખોટા છે. જેથી તેણે આધારકાર્ડના અધિકારીઓને અને કોર્પોરેટરના પતિને જાણ કરી હતી. ત્યારબાદ કોર્પોરેટરના પતિ અને અધિકારીઓ સેટેલાઈટ ખાતે આવેલા આધાર કાર્ડ સેવા કેન્દ્ર પર ગયા હતા અને ત્યાંથી ત્રણ મહિલાઓ અને ચાર પુરુષોને આવા ખોટા સહી સિક્કાના ફોર્મ સાથે ઝડપી પાડ્યા હતા.

પુરાવા તરીકે કેનેડાનો પાસપોર્ટની કોપી આપી
મળતી માહિતી મુજબ સોમવારે બપોરે એક વ્યક્તિ પોતાના આધાર કાર્ડ માટે નવરંગપુરા ખાતે ભારત સરકારના આધાર કાર્ડ નોંધણી કેન્દ્ર પર આવ્યા હતા. આધારકાર્ડ ફોર્મમાં તેઓએ પુરાવા તરીકે કેનેડાનો પાસપોર્ટની કોપી આપી હતી. ઓપરેટર દ્વારા તેણે ભારતીય નાગરિક તરીકે ના પુરાવા આપવા માટે કહ્યું હતું અને તેણે ફોર્મમાં જોયું તો નવાવાડજ વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર ભાવનાબેન વાઘેલાના અંગ્રેજીમાં સહી અને ગુજરાતીમાં સ્ટેમ્પ હતો. જેથી ઓપરેટરને શંકા ગઈ કે આ ખોટા સહી સિક્કા છે. જેથી તેઓએ ભાવનાબેનના પતિ હસમુખભાઈ વાઘેલાને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક નવરંગપુરા ખાતે આવ્યા હતા અને ત્યાં આવી અને જોયું તો સહીસિક્કા ખોટા જ હોવાનું લાગ્યું હતું.

ગુજરાતીમાં સ્ટેમ્પ અને અંગ્રેજીમાં ભાવનાબેનની સહી
આ મામલે આધાર કાર્ડ નોંધણી કેન્દ્રના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન સેવન એલસીબી સહિતની પોલીસને જાણ કરી અને સેટેલાઈટ ખાતે શ્યામલ રસ્તા પાસે પોપ્યુલર પ્લાઝા સોમેશ્વર કોમ્પલેક્ષમાં આવેલા આધારકાર્ડ સેવા જ્યાંથી આ સહી સિક્કા તે વ્યક્તિએ કરાવ્યા હતા તેને લઈ અને પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ત્રણ મહિલાઓ અને ચાર પુરુષો હાજર હતા. તેઓ પાસેથી ફોર્મ મળી આવ્યા હતા જેમાં ગુજરાતીમાં સ્ટેમ્પ અને અંગ્રેજીમાં ભાવનાબેનની સહી હતી.

ધારાસભ્યને ફોન કર્યા બાદ આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી
મહિલા કોર્પોરેટર ભાવનાબેનના પુત્રએ જણાવ્યું હતું કે, મારી માતા ગુજરાતીમાં સહી કરે છે અને અંગ્રેજીમાં સ્ટેમ્પ છે. જ્યારે આ આધાર કાર્ડ સેન્ટર પર જઈ અને જોયું તો તેઓ આવા ખોટા સહી સિક્કાના ફોર્મ મળી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી કુલ સાત લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. આધારકાર્ડના પુરાવા માંગી ત્યારબાદ જ સહી સિક્કા કરવામાં આવતા હોય છે. આ ઘટના બન્યા બાદ ફરીયાદ નોંધાવવા માટે આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા. પરંતુ પીઆઇ દેસાઈ દ્વારા બે કલાક સુધી ભાજપના કોર્પોરેટરને બેસાડી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્પોરેટર દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને ફોન કરી અને આ બાબતની જાણકારી હતી અને જે બાદ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ધારાસભ્યને ફોન કર્યા બાદ આનંદનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...