શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કીડીપાડાની પોળમાં લઠ્ઠાકાંડ થયો હોવાનો ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર ફરતો કરીને લોકોમાં ભય ફેલાવનાર, સરકારી તંત્ર સામે રોષ પ્રગટાવનાર અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
શાહપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.સીસોદિયાને સોશિયલ મીડિયા પર ફરતી વિડીયો ક્લિપમાં શાહપુરમાં કીડીપાડાની પોળમાં લઠ્ઠાકાંડ થયાનું જણાવ્યું હતું. જેથી પીએસઆઈ અને સ્ટાફે તાત્કાલિક કીડીપાડાની પોળમાં પહોંચી જઇને લોકોની પૂછપરછ કરતા, કોઈ લઠ્ઠાકાંડ થયો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી કોઈ અજાણ્યા શખ્સે લોકોમાં ભય ફેલાવાના, સરકારીતંત્ર સામે રોષ પ્રગટાવવાના અને શાંતિ ડહોળવાના પ્રયાસ માટે સોશિયલ મીડિયા દ્વારા શાહપુરની કીડીપાડાની પોળમાં લઠ્ઠાકાંડ થયાનો મેસેજ વાયરલ કર્યો હતો. જેથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ફેક IDથી મળેલા ઈ-મેઈલ કરનારા સામે કાર્યવાહી
સિવિલની કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્્યુટના ઈ-મેઈલ આઈડીમાં કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી રેડિયોગ્રાફરની ખાલી જગ્યા ભરવા માટે દબાણ કરતા મેસેજો કરીને સંસ્થાને બદનામ તથા સરકારી કામમાં અડચણ ઉભું કર્યંુ હતું. આ મામલે લેબર ઓફીસરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીવધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.