બોગસ વીડિયો:KBCની 25 લાખની લોટરી લાગી હોવાનો બોગસ વીડિયો ફરતો કરનારા સામે ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કોઈ ઠગાઈનો ભોગ બને તે પહેલા જ પોલીસે જાતે જ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી

અલગ અલગ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર કોન બનેગા કરોડપતિ ના નામે એક વીડિયો ફરતો કરીને રૂ. 25 લાખનું ઈનામ લાગ્યંુ હોવાનું જણાવીને નાગરિકો સાથે છેતરપીંડી કરવાના પ્રયાસ મામલે સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી આવા વીડિયો ફરતા કરનારા વ્યકિતઓની શોધખોળ આદરી છે.

સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવામાં આવતી હોય છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સાયબર ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી એમ ડાભીના ધ્યાને આવ્યું હતું કે, અલગ અલગ સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ફરતો થયો છે જેમાં હિન્દી અને અંગ્રેજીમાં ભારતના મહાનુભાવોના ફોટા મૂકીને કેબીસી લખેલા પેજવાળો વીડિયો તૈયાર કર્યો હતો.આ પેજના બેકગ્રાઉન્ડમાં એક ઓડિયો ક્લિપ હતી જેમાં જણાવાયું હતું કે, તમને કેસીબીનું 25 લાખનું ઈનામ લાગ્યું છે. જે મેળવવા માટે કંપનીના રૂલ્સને સમજવા માટે સંપર્ક કરવો. આ વીડિયો પ્રથમ નજરે જ લોકોને કેબીસીના નામે છેતરપીંડી કરવા માટે બનાવાયો હોવાનું જણાતા પીએસઆઈ ડાભીએ આ અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરતા આ મામલે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપવા માટે ટેક્નિકલ ટીમ કામે લાગી હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

વીડિયોમાં નરેન્દ્ર મોદી, અભિતાભ બચ્ચન, મુકેશ અંબાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો
કેબીસીના નામે બનાવાયેલા વીડિયોમાં જણાવાયું હતંુ કે, આપ કો 25 લાખ કી લોટરી કેબીસી ડીપાર્ટમેન્ટ કે ડ્રો સે લગી હે. કૃપયા કર કે કંપનીને રૂલ્સ કો સમજના હોગા. ડ્રો કરવાયા હે ઉનકે નામમેં અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી ઓર નરેન્દ્ર મોદી.. પોલીસે આ વીડિયો મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી આ મહાનુભાવોના નામો લઈ વીડિયો મળે તો તેના ઉપર વિશ્વાસ ન કરવા અપીલ કરી પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...