અમદાવાદ પોલીસ સામે કાર્યવાહી:નિકોલમાં મફતમાં 5 કિલો સફરજન ન આપનારી સગર્ભાને મારનાર પોલીસ સામે ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુઆરીમાં બનેલી ઘટનામાં કોર્ટના આદેશ પછી ફરિયાદ

શહેરના નિકોલમાં ગત જાન્યુઆરીમાં વિરાટનગર કેનાલ પાસે શાકભાજીની લારી ચલાવતા પરિવાર પાસે મફતમાં ફ્રૂટ માગી બોલાચાલી કરનાર પોલીસકર્મીએ ગર્ભવતી મહિલાના પેટના ભાગે લાતો મારી તેના પતિ અને સાસુને માર મારવાનો મામલો કોર્ટે પહોંચતાં કોર્ટના આદેશને પગલે નિકોલ પોલીસે જે-તે સમયે પોલીસવાનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

મુન્નીબેન પટણી વિરાટનગર કેનાલ પાસે શાકભાજીની લારી ચલાવે છે. 18 જાન્યુઆરીએ સાંજના સમયે એક પોલીસકર્મીએ નશાની હાલતમાં ત્યાં આવી મફતમાં પાંચ કિલો સફરજનની માગણી કરતાં મુન્નીબેનના પતિ-માતાએ પોલીસને કહ્યું કે, હજુ બોણી થઈ નથી તેથી કંઈ પણ મફતમાં આપી શકાય તેમ નથી. આ સાંભળી પોલીસકર્મીએ ઉશ્કેરાઇને તમે પોલીસને ફળ-શાકભાજી કેમ મફતમાં આપતા નથી? કહીને દારૂ પીધેલી હાલતમાં ગુસ્સે થઈને અપશબ્દો બોલી મુન્નીબેન, પતિ મહેશ તથા માતા જશીબેનને માર માર્યો હતો.

આ સમયે મુન્નીબેન ગર્ભવતી હોવા છતાં તેને મારતા લોકોએ દોડી આવીને પરિવારને બચાવ્યો હતો. તેમ છતાં પોલીસે ગર્ભવતી મહિલાને પોલીસની જીપમાં બેસાડવાની જીદ કરી હતી અને મહિલાને હોસ્પિટલ લઈ જવાને બદલે વાયરલેસ પર વધુ પોલીસ ફોર્સ મગાવ્યો હતો. જેના પગલે આવેલા પોલીસફોર્સે ત્યાંના લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.પોલીસે ફરિયાદ પણ લીધી ન હતી.

પોલીસે મહિલા સામે ગુનો દાખલ કર્યો હતો
મફતમાં સફરજન માગ્યા બાદ બોણી થઈ ન હોવા છતાં પાંચ કિલોના બદલે એક કિલો સફરજન આપવા જશીબેન તૈયાર થયા હોવા છતાં નશામાં ધૃત પોલીસકર્મીએ ધમાલ મચાવી વધુ ફોર્સ બોલાવી એવી ફરિયાદ કરી હતી કે, આ લોકો શેરીમાં ગેરકાયદે વેચાણ કરતા હતા અને તેમને રોકતા મહિલા અને તેના સંબંધીઓએ ટ્રાફિક સમસ્યા સર્જતા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...