તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Complaint Against The Person Who Sent The Friend Request By Creating Fake ID Of The Girl, Wrote Dirty Comments With The Intention Of Defaming

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:યુવતીનું ફેક ID બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર સામે ફરિયાદ, બદનામ કરવાના ઇરાદે ગંદી કોમેન્ટ્સ લખી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • એફબી પરથી ફોટો લઈ ડમી પ્રોફાઇલ બનાવી

ગોતામાં રહેતી યુવતીના ફેસબુક એકાઉન્ટમાંથી ફોટો લઈ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને યુવતીના પરિચિતોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હેરાન કરતા અજાણ્યા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. ગોતામાં રહેતી 34 વર્ષીય સપનાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે (નામ બદલ્યું છે) વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી સપનાના નામના એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જેમાં સપનાનો જ ફોટો હતો. જોકે સપનાએ તપાસ કરતા તેના નામના ફેક આઈડી પરથી ઘણા બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી.

આથી સપનાએ તપાસ કરતા કોઈ ગઠિયાએ ફેસબુક પરથી તેનો ફોટા મેળવી તેનો દુરુપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેનું ફેક આઈડી બનાવ્યંુ હતું. ત્યાર બાદ તે જ ફેક આઈડી પરથી સપનાના પરિચિતોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી. આટલું જ નહીં સપનાનું ફેક આઈડી બનાવાનાર સપનાને સતત ફોલો કરતો હતો તેમ જ સમાજમાં બદનામ થાય તે પ્રકારના લખાણ લખતો હતો. આ વાતની ગંભીરતાથી નોંધ લઈને સપનાએ તેના પતિને જાણ કરી હતી, જેના આધારે તેમણે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે તપાસ કરતા સપનાનું ફેક આઈડી બનાવનારની ઓળખ થઈ ગઈ હતી તેમ જ પોલીસે જરૂરી પુરાવા એકત્રિત કરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો