ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ:લોકરક્ષક ભરતી પરીક્ષાની ટ્વિટર પર ખોટી માહિતી ફરતી કરનાર સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હસમુખ પટેલનું ટ્વિટ રિટ્વિટ કર્યું હતું

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વિટર એકાઉન્ટ પર કોઈએ રિટ્વિટ કરી ભરતીની પરીક્ષા બાબતે ખોટી માહિતી ફરતી કરી હતી. આ મામલે લોકરક્ષક ભરતી બોર્ડે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી લોકરક્ષક ભરતી માટેની માહિતી ઉમેદવારોને પરીક્ષાને લગતા સમાચાર મૂકતા હોય છે, જેથી ઉમેદવારોને સાચી માહિતી મળી શકે અને ગેરમાર્ગે દોરાય નહિ. જોકે આ સંજોગોમાં મોટા ભાગે લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી મૂકવા ઉપરાંત અધ્યક્ષ હસમુખ પટેલ પોતાના પર્સનલ ટ્વિટર એકાઉન્ટનો પણ ઉપયોગ કરે છે.

11 એપ્રિલે લોકરક્ષક ભરતી મામલે અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વિટર એકાઉન્ટ પર તેમના ફોલોઅરે રિટ્વિટ કરીને એક પોસ્ટ મૂકી હતી, જેમાં જણાવાયું હતું કે આજે લેવાયેલી લોકરક્ષક દળની ભરતી પરીક્ષામાં જે ઉમેદવારોને 40 કે તેથી વધારે અને શારીરિક ક્ષમતા કસોટીમાં 10થી વધારે માર્ક આવ્યા છે તે તમામને આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. વાસ્તવમાં લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આવી કોઈ જ જાહેરાત કરી ન હોવા છતા આ પ્રકારે ખોટી જાહેરાત થઈ હોવાનું જણાતા હેડ કોન્સ્ટેબલ દાનસિંહ બારડે આ મામલે સાઇબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લોકરક્ષક ભરતી મુદ્દે બીજી ફરિયાદ નોંધાઈ
લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના ટ્વિટર એકાઉન્ટનો ઉપયોગ કરીને ખોટી માહિતી આપવાની આ બીજી ઘટના બની છે. થોડા સમય પહેલા આ જ પ્રકારે એક વ્યક્તિએ ઓથોરાઇઝ્ડ વ્યક્તિ ન હોવા છતાં પરીક્ષા મામલે ખોટી જાહેરાત કરી ટ્વિટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...