તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Complaint Against Owner For Tax Evasion By Driving Two Cars From Number One; 85 Thousand Tax Arrears, Two Cars Were Seized From Shahibaug

અમદાવાદ પોલીસની કાર્યવાહી:એક નંબરથી બે કાર ચલાવી ટેક્સ ચોરી કરતા માલિક સામે ફરિયાદ; 85 હજારનો ટેક્સ બાકી, શાહીબાગથી બે કાર કબજે કરાઈ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી બે કાર ખરીદી, સુભાષબ્રિજ RTOમાં એકની જ નોંધણી

વાહન રજિસ્ટ્રેશનના એક જ નંબરથી બે કાર ચલાવી આરટીઓનો ટેક્સ ચોરી કરનાર કાર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. એક કારની કિંમત રૂ.18 લાખ હતી. રજિસ્ટ્રેશન વગરની કારનો 85,000 ટેક્સ પણ બાકી હતો. એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે શાહીબાગથી કાર કબજે કરાઈ હતી.

સુનિલ ભંડારીની ફરિયાદને આધારે આરટીઓ ઇન્સ્પેકટર એ.પી.પંચાલની તપાસમાં જાણવા મળ્યું કે એક કાર દિવ્યાંસ ભંડારી, અસારવા ચામુંડાબ્રિજના સરનામે હતી. વિશાલાના સર્વિસ સેન્ટરથી મળેલી માહિતીના આધારે ગીરધરનગર ખાતેથી બંને કાર શોધી કાઢી હતી. દિવ્યાંસ એક જ રજિસ્ટ્રેશન નંબરથી બંને કાર ચલાવતો હતો જે રાજસ્થાનથી ખરીદાઇ હતી. જેમાંથી એક કાર સુભાષબ્રિજ આરટીઓ ખાતે જીજે01 એચએક્સ 0311 નંબરથી દિવ્યાંસના નામે હતી. બીજી કારનું રજિસ્ટ્રેશન ન હોવા છતા ચલાવતો હતો. એઆરટીઓ વિનીતા યાદવ તપાસ કરતા બંને કાર વર્ષ 2018થી 2021 સુધી ચલાવી વાહન ટેક્સની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...