વિવાદ:કામવાળીને પત્નીની જેમ રાખતા પતિ સામે ફરિયાદ, અગાઉ કામવાળી સાથે પતિ ભાગ્યો હતો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શાહપુર પોલીસમાં કુલ 4 સામે ફરિયાદ

શાહપુરમાં રહેતી યુવતી લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનોની માતા બની હતી. લગ્નના થોડા વર્ષોમાં પતિ પત્ની પાસે દહેજની માંગણી કરતો હતો. જ્યારે ગત ફેબ્રુઆરી 2020માં ઘરમાં કામકાજ કરવા આવતી યુવતી સાથે પતિ ઘરેથી ભાગ્યો હતો. ત્યાર બાદ થોડા સમય પછી પતિએ ઘરે આવીને ઝઘડો કરી પત્નીને કહ્યું હતું કે,‘આ યુવતી મારી સાથે જ આ ઘરમાં રહેશે.’ ત્યારબાદ પતિ પત્ની અને બાળકોનું ભરણપોષણ પણ કરતો ન હતો. અત્યારસુધી સહન કર્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન જણાતા પત્નીએ પતિ, તેમજ તેની સાથે પત્ની જેવા સબંધો રાખી રહેતી યુવતી તથા યુવતીના માતા-પિતા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં શારીરિક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

કામ કરવા આવતી યુવતી પગાર લેતી ન હતી
ઘરકામ કરવા માટે આવતી યુવતીને મહિલા પગાર માટે પૂછતી તો તે ચોખ્ખું ના પાડી દેતી હતી. જ્યારે તે મહિલાની ગેરહાજરીમાં પણ તેના ઘરે આવતી ત્યારે તેને ના પાડતા યુવતીએ મહિલા સાથે ઝઘડો કરતી હતી અને તેના માતા-પિતા હાથપગ તોડી નાખવાની ધમકી આપતા હોવાનંુ ફરિયાદમા આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...