તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કેનેડાથી વીડિયો કોલ પર અભદ્ર માગણી કરતા પતિ સામે ફરિયાદ, પત્નીને કહ્યા વગર જ પતિ ભાગી ગયો હતો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાસરિયાં સામે ત્રાસ આપવાનો પણ આરોપ

ગોતામાં રહેતી એક મહિલાએ પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં દહેજ માટે શારીરિક- માનસિક ત્રાસ આપીને મારઝૂડ કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ કહ્યા વગર કેનેડા જતો રહ્યો હતો અને ત્યાંથી વિડિયો કોલ કરીને તેમજ મેસેજ કરીને અભદ્ર માગણી કરતો હોવાનો આક્ષેપ પણ પોલીસ ફરિયાદમાં કર્યો છે.

ગોતામાં રહેતા સપનાબહેન (30) (નામ બદલેલ છે)ના પહેલા લગ્ન મુંબઈ ખાતે થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ નહીં રહેતા 2017માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ બીજા લગ્ન ગાંધીનગરમાં રહેતા સુમિત પટેલ સાથે કર્યા હતા. લગ્ન બાદ પતિ અને સાસરિયાં દહેજ બાબતે સપનાને મેણાં ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો. તા. 25 ઓગસ્ટે સુમિત સપનાને કહ્યા વગર કેનેડા જતો રહ્યો હતો. ત્યારબાદ કેનેડાથી વીડિયો કોલ અને મેસેજ કરીને અભદ્ર માગણી કરતો હતો. પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને સપનાબહેન પિતાના ઘરે રહેવા આવી ગયા હતા.

સાસરિયાં સામે ત્રાસની પરિણીતાની ફરિયાદ
ચાંદખેડા ગોવિંદનગરમાં રહેતા દીલપ્રીત કૌર બસ્સને પતિ હરજીંદ્રસિંગ, સસરા ઈકબાલસિંગ અને નણંદ વરીંદરકૌર વિરુધ્ધ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણેય જણાં જમવાનું બરાબર બનાવતા આવડતું નહીં હોવાનું કહીને મેણા-ટોણા મારીને ત્રાસ આપતા હતા. પતિ મારઝૂડ કરતો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...