તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દાણીલીમડાના અલ્લાહનગરમાં ‘તું પિયરથી દહેજ લાવી નથી’ કહી મારઝૂડ કરતા પતિ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુ અને નણંદ પણ દહેજ બાબતે મહેણાં મારતાં હોવાનો યુવતીનો ફરિયાદમાં આરોપ

દાણીલીમડામાં રહેતી મહિલાને તેનો પતિ ‘તારા ઘરેથી દહેજ લાવી નથી’ તેવું કહીને ત્રાસ આપતો હતો, જે અંગેની પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દાણીલીમડામાં અલ્લાહનગરમાં રહેતી 21 વર્ષીય રહેનુમાએ પતિ સામે દહેજની ફરિયાદ નોંધાવી છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, બે વર્ષ પહેલાં તેના લગ્ન તેના જ મહોલ્લામાં રહેતા સાજિદ શેખ સાથે થયા હતાં. એક વર્ષ સંયુક્ત પરિવારમાં રહ્યા બાદ રહેનુમા પતિ સાજિદ, સાસુ રહીસાબાનુ અને નણંદ નાઝેમીનબાન સાથે જુહાપુરા રહેવા ગઈ હતી. 6 મહિના પછી પતિ સાજિદ પત્ની રહેનુમા પાસે દહેજની માગણી કરી પિયરમાંથી પૈસા લાવવાનું કહેતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, રહેનુમાનો પતિ ‘તારા ઘરેથી દહેજ લાવી નથી. તારા પિતાના ઘરેથી રિક્ષા લઈ આવ’ તેવું કહીને મારઝૂડ કરતો હતો.

સાસુ અને નણંદ પણ તેને દહેજના મુદ્દે મહેણાં-ટોણાં મારી ઘરકામ અને નાની નાની બાબતે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા હતા તેમ જ દહેજની માગણી કરી રહેનુમાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી તેણે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...