છેતરપિંડી:પત્ની પાસેથી પૈસા લઈ વિદેશ નાસી જતા પતિ સામે ફરિયાદ; પતિના અનૈતિક સંબંધ હોવાનો પત્નીનો આક્ષેપ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશ લઈ જવાનું કહી પતિએ વિશ્વાસઘાત કર્યો

પતિ અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ તેમ જ મામાની દીકરી સાથે અનૈતિક સંબંધ રાખી પત્ની પાસેથી રૂપિયા લઇ મારઝૂડ કરી વિદેશ ભાગી જતાં પરિણીતાએ પતિ-સાસરિયાં વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મણિનગરમાં રહેતી 34 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન પશ્ચિમ વિસ્તારમાં થયા હતાં, તેને બે સંતાનો છે. લગ્નના બે વર્ષ પછી શરૂ થયેલાં પતિ-સાસરિયાંના માનસિક અને શારીરિક ત્રાસ ઉપરાંત પતિ અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને સગા મામાની દીકરી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હતો. આ અંગે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. પરિવાર સાથે વિદેશ ફરવા ગયા ત્યારે પતિ એકલો ફરતો અને ક્લબ પાર્ટીમાં જઇ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ માણતો હતો.

આથી કંટાળેલી પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી, જેમાં મિડિએશન સેન્ટરમાં બંને પક્ષે સમાધાન કરી પતિએ વિદેશ લઇ જવાની વાત કરતાં પરિણીતાએ સમાધાન કર્યું હતું, પરંતુ ખબર પડી કે પતિ વિશ્વાસઘાત કરીને એકલો જ વિદેશ જતો રહ્યો છે આથી પત્નીએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...