તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સાસરિયાં દ્વારા પુત્રવધૂને જૈન ધર્મ સ્વીકારવા દબાણ, લગ્નના 15 દિવસમાં જ પતિ જર્મની જતો રહ્યો, પરત આવી પત્ની પાસે 10 લાખ માગ્યા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પિયરમાંથી નવું મકાન ખરીદવા 10 લાખ લઈ આવવાનું દબાણ કરતો હતો
  • પૈસા ન આપતાં પત્નીને કારમાંથી ઉતારી જતો રહ્યો

કંપનીમાં સાથે નોકરી કરતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં બંનેએ પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સાસુ, સસરા અને નણંદ પુત્રવધૂને જૈન ધર્મ સ્વીકાર કરવા દબાણ કરતાં હતાં. તાજેતરમાં પતિએ નવું ટેનામેન્ટ લેવા માટે પિયરમાંથી 10 લાખ લાવવાનું દબાણ કર્યું હતું. પત્નીએ પૈસા આપવાની ના પાડતાં તેને કારમાંથી ઉતારી જતો રહ્યો હતો.

જાન્યુઆરીમાં જ લગ્ન થયા હતા
આનંદનગર રોડ, ધનંજય ટાવર પાસેના કલાદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં વિધિબહેન 2017માં રાજપથ ક્લબ પાસેની ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતાં. એ જ કંપનીમાં તેમની સાથે તાર્કિક મુકેશચંદ્ર શાહ પણ નોકરી કરતો હતો. જ્યાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પરિવારના સભ્યો લગ્ન માટે સંમત થઇ જતાં જાન્યુઆરી 2020માં બંનેએ લગ્ન કર્યાં હતાં.

સાસુ-સસરા-નણંદ દ્વારા પરિણીતા પર સતત દબાણ થતું
લગ્ન બાદ વિધિ તેની સાસરીમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ બાલાજી ગાર્ડન રેસ્ટોરાં પાસેના નંદનવન - 5માં રહેતી હતી. જોકે વિધિને જર્મની લઈ જવાનો વાયદો કરીને લગ્નના 15 દિવસ બાદ તાર્કિક જર્મની જતો રહ્યો હતો. ત્યાર બાદ વિધિ સાસુ પ્રીતિબહેન, સસરા મુકેશચંદ્ર અને નણંદ દિશા ઘરકામ તેમજ યેન કેન પ્રકારેણ વિધિને ત્રાસ આપતાં હતાં. આટલું જ નહીં, આ ત્રણેય વિધિને જૈમ ધર્મનો સ્વીકાર કરવા દબાણ પણ કરતા હતા.

સાસુ અને નણંદ તાર્કિકની વિધિ માટે કાન ભંભેરણી કરતાં હતાં
દરમિયાન જુલાઈમાં તાર્કિક જર્મનીથી પાછો આવી ગયો હતો. ત્યાર બાદ સાસુ અને નણંદ તાર્કિકની વિધિ માટે કાન ભંભેરણી કરતાં હતાં. જ્યારે અમદાવાદ આવ્યા બાદ તાર્કિકને નવું ટેનામેન્ટ લેવાનું હોવાથી વિધિને પિયરમાંથી 10 લાખ લઈ આવવા દબાણ કરતા હતા. જોકે વિધિ પિયરમાંથી પૈસા નહીં લાવતાં તાજેતરમાં જ તાર્કિક તેને ગાડીમાં બેસાડીને તેના પિયરના ઘર પાસે મૂકી આવ્યો હતો. જ્યારે આ અંગે વિધિબેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નના 15 દિવસમાં પતિ જર્મની જતો રહ્યો હતો
વિધિબેનને જર્મની લઈ જવાનો વાયદો કરીને લગ્નના 15 દિવસ બાદ તાર્કિક જર્મની જતો રહ્યો હતો. ત્યાર બાદ તે જુલાઈમાં પાછો આવી ગયો હતો અને વિધિબેનને મકાન ખરીદવા માટે 10 લાખ પિયરમાંથી લઈ આવવા દબાણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...