તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:દહેજની માગ કરતા સાસરિયાં સામે મેઘાણીનગરમાં ફરિયાદ, બીજાં લગ્ન બાદ પણ પરિણીતા સુખથી વંચિત

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મેઘાણીનગરમાં રહેતી મહિલાએ તેના સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર મેઘાણીનગરમાં રહેતી 44 વર્ષીય મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2019માં તેના લગ્ન બાપુનગરના પુરુષ સાથે થયા હતા. આ બંનેના બીજા લગ્ન હતા. લગ્નના થોડા જ સમયમાં તેની સાસરીના લોકોએ પિયરમાંથી કઈ લાવી નથી, એમ કહી તેની સાથે ઝઘડો કરતા અને ત્રાસ આપતા હતા. ઉપરાંત, તેના સાસરી પક્ષના લોકો તેને અપશબ્દો બોલતા હતા. પતિના પહેલા લગ્ન થકી જન્મેલા પુત્રને પણ તેની પાસે આવવા દેતા નહોતા. ઘરકામ અને દહેજ બાબતે મહેણાં ટોણાં મારી સાસરિયાં ત્રાસ ગુજારતા હતા. અંતે કંટાળીને મહિલાએ તેમના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો