તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હાઈકોર્ટના કર્મી પાસેથી 4 લાખ લઈ પરત નહિ કરતા દંપતી સામે ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દીકરાના લગ્ન માટે પૈસા લઈ વર્ષમાં પાછા આપવાનું કહ્યું હતું
 • પૈસા ન આપી અજાણ્યા નંબરોથી ધમકી અપાવતા હોવાનો આક્ષેપ

પારિવારિક સબંધ ધરાવતા દંપતીને દીકરીના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી ગુજરાત હાઈકોર્ટના કોમ્પ્યુટર ટેકનિકલ આસિસ્ટન્ટ કમ પ્રોગ્રામરે રૂ.4 લાખ ઉછીના આપ્યા હતા. 1 વર્ષ વીતી જતા પણ તે દંપતિએ પૈસા પાછા આપ્યા ન હતા અને હાઈકોર્ટના કર્મચારીને અજાણ્યા નંબરો પરથી ફોન કરાવી ધમકી અપાવતા હતા. જે અંગે કર્મચારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા મનેશકુમાર ભવાનભાઈ પટેલ (40) પાટણ જિલ્લાના રુની ગામના વતની હોવાથી તેમના ગામની દીકરી આશાબહેન દેસાઈ (ઘાટલોડિયા) મારફતે આશાબેનના માસીના દીકરી ક્રિષ્નાબહેન દેસાઈ (દિયોદર) અને તેમના બીજા પતિ ભુરાભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા હતા. જેથી તેમની વચ્ચે પારિવારિક સબંધ બંધાયા હતા.

દરમિયાનમાં ભુરાભાઈના પહેલા પત્નીની દીકરી મીત્તલના લગ્ન હોવાથી ભુરાભાઈ અને ક્રિષ્નાબહેને માર્ચ 2017માં મનેશકુમાર પાસે રૂ.4 લાખ 1 વર્ષમાં પાછા આપી દેવાની શરતે લીધા હતા. જો કે 1 વર્ષ થતા મનેશકુમારે પૈસા માટે ફોન કરતા ક્રિષ્નાબહેન અને ભુરાભાઈ પૈસા આપવાની ના પાડી ફોન ઉપર ગાળો બોલીને ધમકી આપતા હતા. આ અંગે મનેશકુમારે ક્રિષ્નાબહેન અને ભુરાભાઈ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો