તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાકી EMI ભરવાની શરતે કાર વેચનાર 2 સામે ફરિયાદ, કાર લઈ પાટણમાં બારોબાર વેચી દીધી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરોડાના રહીશે કોરોના-લોકડાઉનને કારણે હપતા ન ભરી શકતા કાર વેચવા કાઢી હતી

નરોડામાં બાકીના હપતા ભરવાની શરતે કાર ખરીદી તે કાર પાટણમાં બારોબાર વેચી બેંકના હપતા નહીં ભરી છેતરપિંડી કરનાર બે લોકોની વિરુદ્ધમાં નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડાના સંકલ્પ એવન્યુમાં રહેતા છોટેલાલ યાજ્ઞિકે વર્ષ 2019માં બેંકની લોન પર હ્યુન્ડાઈ આઈ-10 ગ્રાન્ડ કાર ખરીદી હતી. આ દરમિયાન કોરોના વાઇરસના કારણે લોકડાઉન આવી જતાં ગાડીના હપતા ભરી શકતા ન હતા. આથી તેમણે જાન્યુઆરી 2021માં કાર વેચવાની જાહેરાત મૂકી હતી. જાહેરાત જોઈને લલિત નહર અને બજરંગી રાજપુરોહિતે છોટેલાલને કાર ખરીદવા માટે ફોન કરી બેઠક ગોઠવી હતી. આ બેઠકમાં કારનું રૂ.60 હજાર ભરેલું ડાઉન પેમેન્ટ આપેલા અને બાકીના બેંકના હપતા ભરવાની શરતે ગાડીનો વેચાણ કરાર કરવામાં આવ્યો હતો.

આરોપી લલિત અને બજરંગીએ 3 મહિના સુધી બેંકનો હપતો ભર્યો હતો અને ગાડી બારોબાર પાલનપુરમાં વેચી નાખી હતી અને બેંકના હપતા ભરવાનું બંધ કરી દીધું હતું. આ વાતની જાણ છોટેલાલને થતાં તેમણે ગાડી પાછી માગી હતી, પરંતુ લલિત અને બજરંગીએ ગાડી પાછી આપવાની ના પાડી હતી અને જે થાય તે કરી લેવાની ધમકી આપતા છોટેલાલા નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...