કાર્યવાહી:હવાલાથી પૈસા ચીન મોકલનારા સેટેલાઈટના વેપારી સામે ફરિયાદ, ભારતીયને ડિરેક્ટર બનાવી કંપની શરૂ કરી હતી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના નાગરિકોને ડિરેકટર બનાવી કંપની શરૂ કરીને હવાલા મારફતે પૈસા ચીન મોલકવામાં આવતા હોવાનું એક રેકેટ આરઓસીએ પકડી પાડ્યંુ છે, જેના આધારે સેટેલાઈટમાં રહેતા એક વેપારી વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સેટેલાઈટના કંચનભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રણવ સોની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. તેઓ ચીનની એક કંપનીમાં ડિરેક્ટર હતા, પરંતુ બે વર્ષથી રિટર્ન કે અન્ય ટેક્સ ભર્યો ન હતો. આરઓસીની ઓફિસમાં કેટલીક અરજીઓ મળી હતી કે, ચીનની કેટલીક કંપનીઓ હવાલા મારફતે પૈસાની હેરાફેરીનું રેકેટ ચલાવે છે, જેના માટે ચીનની કંપનીઓનું ભારતના નાગરિકોને ડિરેક્ટર બનાવી કંપનીનું રજિસ્ટ્રેશન કરાવડાવે છે. થોડા સમય બાદ તેઓ ભારતના નાગરિકને ડાયરેક્ટર પદેથી હટાવી આવી કંપની મારફતે પૈસાનું હવાલાનું રેકેટ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...