કાર્યવાહી:સરકારી જમીનમાં ઝૂંપડાં બાંધી ભાડે આપનારા 9 સામે ફરિયાદ; લાઇટ, પાણીની પણ વ્યવસ્થા કરી આપી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાટલોડિયાના રેવન્યુ તલાટીએ ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

ઘાટલોડિયામાં આવેલી 12.60 કરોડની કિંમતની 13,272 ચોરસ મીટર સરકારી જમીન પર કબજો કરીને 100 જેટલા કાચાં - પાકાં ઝૂંપડાં અને છાપરાં બનાવીને ભાડે આપી દેનારા 9 ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઝૂંપડાં અને છાપરાંમાં રહેતા લોકો પાસેથી આ ભૂમાફિયા ભાડુ વસૂલતા હતા.

ઘાટલોડિયાના રેવન્યુ તલાટી કાર્તિકભાઈ ખાંબેએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં માયાભાઈ ભરવાડ, સકતાભાઈ ભરવાડ, કરસન ભરવાડ, ભરત ભરવાડ, કાંતિભાઈ ભરવાડ, રાજુભાઈ રબારી, રાજુભાઈ દેસાઈ, પટણી જેરીબહેન પ્રવીણભાઈ, બળદેવભાઈ ડાહ્યાભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર આ લોકોએ ઘાટલોડિયામાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેે કબજે કર્યો હતો.

આટલું જ નહીં તે જગ્યા પર ગેરકાયદે કાચાં-પાકાં 70 ઝૂંપડાં અને 15 કરતાં પણ વધારે કાચાં - પાકાં છાપરાં બનાવી દીધાં હતાં, ત્યાર બાદ તમામ ઝૂંપડાં અને મકાન લોકોને રહેવા માટે ભાડે આપી દીધા હતા અને અહીં રહેતા દરેક લોકો પાસેથી ભાડું ઉઘરાવી આર્થિક ફાયદો મેળવતા હતા. આ ભૂમાફિયાએ ઝૂંપડાં-છાપરાંમાં રહેતા લોકોને પાણી અને લાઇટની પણ વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...