તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વધુ એક ફરિયાદ:પોપ્યુલર ગ્રૂપના પરિવારના 9 સભ્ય સામે કરોડોની મિલકત પચાવી પાડવાની ફરિયાદ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
રમણ પટેલ સહિત તેમની પત્ની અને પુત્ર - ફાઇલ તસવીર
  • રમણ પટેલ, તેમના પત્ની, ભાઈ-ભાભી સામે વસ્ત્રાપુરમાં વધુ એક ફરિયાદ
  • સિંધુભવન પાસે આવેલી કરોડોની જમીન નકલી પાવર ઓફ એટર્નીથી પડાવ્યાનો આક્ષેપ

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ પટેલ તેમજ તેમના પરિવારની 4 મહિલા સહિત પરિવારના 9 સભ્યો વિરુધ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. થલતેજ ગામની સીમમાં આવેલી કરોડોની જમીન ખેડૂતોના નકલી પાવર ઓફ એટર્નીના આધારે પચાવી પાડી હતી. આટલું જ નહીં બોગસ પાવરના આધારે ક્રેડિટ સોસાયટી બનાવીને ખેડૂતોની જગ્યાએ પોતાના પરિવારના સભ્યોના નામે જમીન કરાવી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પુત્રવધૂ ફીઝુએ સસરા રમણ પટેલ, પતિ મૌનાંગ, સાસુ મયુરિકાબહેન અને પિતા મુકેશભાઇ પટેલ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે મૌનાંગ અને રમણ પટેલની ધરપકડ કરી હતી. છેલ્લા દોઢ મહિનાથી જેલમાં રહેલા રમણ પટેલ અને પરિવારના સભ્યો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ખેડૂત ચંચળબહેન ઉર્ફે સુશિલાબહેન ભાઈલાલભાઇ બ્રહ્મભટ્ટે આરોપી તરીકે રમણ ભોળીદાસ પટેલ, છગન ભોળીદાસ પટેલ, કોકિલાબહેન છગનભાઇ પટેલ, દશરથભાઇ ભોળીદાસ પટેલ, મયુરિકાબહેન રમણભાઇ પટેલ, લતાબહેન દશરથભાઇ પટેલ, સરિતાબહેન નટવરભાઇ પટેલ, ક્રિનેશ નટવરભાઇ પટેલ અને પ્રથમેશ. સી. પટેલ મળીને 9 નામ લખાવ્યા છે.

ખેતી સહકારી મંડળીના નામે જમીન લીધી
વસ્ત્રાપુર પીઆઈ વાય.બી.જાડેજા એ જણાવ્યું કે રમણ પટેલે થલતેજ ગામમાં આવેલી ચંચળબહેનની સર્વે નંબર - 465 - 1 અને 465 - 2 ની જમીન ખોટા પાવરના આધારે લખાવી લીધી હતી. ત્યારબાદ સરસ્વતી સ્મૃતિ સમુદાય ખેતી સહકારી મંડળીના નામે આ જમીનનો દસ્તાવેજ કરાવ્યો હતો. ત્યારબાદ આ જ જમીન જુદી જુદી 6 સહકારી મંડળીઓમાં ટ્રાન્સફર કરી દીધી હતી. જો કે તે તમામ સહકારી મંડળીઓ રદ થતા આ જમીન સારંગા કો.ઓ.હા.સોસાયટીના નામે કે જે રમણભાઇના પરિવારના સભ્યોના નામની છે, તેમના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો