અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ગોરૈયા અને દોલતપુર ગામના ખેડૂતોના કરોડો રૂપિયાની જમીન નકલી સહીસિક્કા અને ડોક્યુમેન્ટસના આધારે પચાવી પાડવામાં આવી હતી. ખેડૂતો અને મૂળ માલિકે અમદાવાદ જિલ્લાની સીટમાં આ અંગે ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા 2 ભૂમાફિયાએ 2 નોટરી અને 1 વકીલ સહિત 6 જણે ભેગા મળીને આ કૌભાંડ આચર્યું હોવાનું પુરવાર થતાં પોલીસે તમામ સામે ગુનો નોંધી હાલમાં 2 ભૂમાફિયાની ધરપકડ કરી હતી.
દોલતપુર ગામમાં રહેતા ખેડૂત પ્રભુભાઈ પટેલ (ઉં.65) તેમ જ અન્ય ખેડૂતોની જમીનો ખોટા બનાખત અને સહી-સિક્કાના આધારે પચાવી પાડવામાં આવી હતી. આટલું જ નહીં આ જમીન રૂ.2.15 કરોડમાં ધર્મેશભાઈ પટેલ (નાનીબા ફાર્મ, ભાટ ગામ)ને વેચી દેવામાં આવી હતી. જોકે આ વાત ધ્યાન પર આવતા પ્રભુભાઈએ અમદાવાદ જિલ્લાની જમીનોની સીટમાં ફરિયાદ કરી હતી કે, મિતેશકુમાર પટેલ, ભરતભાઈ પટેલ અને યોગેશભાઈ દવેએ નોટરી હેતલબહેન શાહ, નોટરી મનહરભાઈ પટેલ તેમ જ એડવોકેટ ઘનશ્યામભાઈ પટેલ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતુ.
આ લોકોએ જમીનના મૂળ માલિક ખેડૂતોના નામના બનાવટી બાનાખત તૈયાર કરાવ્યા હતા. વિરમગામ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી મિતેષકુમાર રણછોડભાઈ પટેલ (વસઈ, ડાભવા, વિજાપુર) અને ભરતભાઈ અમૃતભાઈ પટેલ (તુલસીનગર સોસાયટી, લાડોલ રોડ, વિજાપુર)ની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.