છેતરપિંડી:ખોખરાના વેપારી સહિત 8 પાસેથી રૂ.1.17 કરોડનું કાપડ લઈ ઠગાઈ, 5 વેપારી સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખોખરાના હોલસેલ વેપારી પાસેથી કોટન ફ્રેબિક્સ કાપડનો માલ ખરીદી અને અન્ય 7 વેપારી પાસેથી માલ ખરીદી 5 વેપારીએ રૂ.1.17 કરોડનું ફુલેકું ફેરવ્યું છે. આ અંગે વેપારીએ છેતરપિંડી કરનાર 5 વેપારીઓ વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પાલડીમાં રહેતા સંદીપકુમાર શાહ (ઉં.50) ખોખરામાં સાકાર ટેક્સટાઇલ નામથી કોટન ફેબ્રિક્સ કાપડનો ધંધો કરે છે અને દલાલ લક્ષ્મણ અને મોહન પરિહાર સાથે છેલ્લાં 3 વર્ષથી દલાલીનો ધંધો કરે છે. સંદીપભાઈએ તેમના મારફતે શહેરની 7-8 પાર્ટીને કાપડનો માલ આપ્યો હતો, જેના રૂપિયા આવી જતાં બંનેએ વિશ્વાસ કેળવ્યો હતો. વર્ષ 2021માં લક્ષ્મણ અને મોહને લાઇક વોરિયર ટ્રેડિંગ કંપની અને એલ.એમ.જે. લાઇફ સ્ટાઇલના માલિક લલિત, મનીષ અને જગદીશ દરજીની સંદીપકુમાર સાથે ઓળખાણ કરાવી 90 દિવસમાં રૂપિયા આપવાનું કહી ઉધારીમાં માલ અપાવ્યો હતો. આ રીતે અન્ય 7 વેપારીઓ પાસેથી કુલ રૂ.1.17 કરોડનો માલ લઈ પૈસા ન ચૂકવતા 5 વેપારી સામે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...