ફરિયાદ:ચોરીના કેસમાં દંપતીને માર મારવા બદલ PSI સહિત 4 સામે ફરિયાદ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં ઘૂસી વેપારી, તેની ગર્ભવતી પત્નીને મારી
  • વેપારીએ ગ્રામ્ય કોર્ટમાં નોંધાવેલી ફરિયાદમાં તેને ખોટી રીતે ફસાવ્યો હોવાનો આરોપ કર્યો

ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા ભંગારના એક વેપારીએ ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિત 4 લોકો વિરુદ્ધ પોતાને અને ગર્ભવતી પત્નીને ઘરમાં ઘૂસી મૂઢ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

સોલા હાઇકોર્ટ પોલીસે ચોરીના કેસમાં ભંગારના વેપારી મદન કુમાવતની ધરપકડ કરી ગ્રામ્ય જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે આરોપીના એડવોકેટ અયાઝ શેખે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસે ખોટી રીતે ફસાવી ધરપકડ કરી છે અને આરોપીની ૩ દિવસ ખોટી રીતે અટકાયત કરી મૂઢ માર માર્યો છે. આરોપીએ લેખિતમાં ફરિયાદ આપી હતી, જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, 20 સપ્ટેમ્બરે રાત્રે નંબર પ્લેટ વગરની કાર લઈને ૩ જણા સાદા ડ્રેસમાં મારા ઘરે આવ્યા હતા અને મને ઉપાડી મૂઢ માર મારતા હતા. મારી પત્ની ઈન્દિરાને 8 માસનો ગર્ભ છે. તે વચ્ચે પડતાં તેને લાફો મારી ધક્કો માર્યો હતો. જેથી તે નીચે પટકાતા દુખાવો થતાં હોસ્પિટલમાં ૩ દિવસ દાખલ કરવામાં આવી હતી. મને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પણ માર માર્યો હતો.

આ અંગે પોલીસ કમિશનર, એસીપી એ ડિવિઝન, રાજ્ય માનવ અધિકાર અને આથી કોર્ટે આરોપીને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો લેખિતમાં આપવાનું કહ્યું હતું. આરોપીની લેખિત ફરિયાદ નોંધી કોર્ટે આરોપીને સારવાર કરાવવાનો નિર્દેશ કરી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. ગ્રામ્ય કોર્ટમાં સોલા પોલીસના પીએસઆઈ સહિત કુલ 4 પોલીસ કર્મચારી સામે ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...