તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોટા બિલ રજૂ કરતા ફરિયાદ:સોલા પોલીસે જપ્ત કરેલા મોબાઈલ, ટીવીને છોડાવવા ખોટા બિલ રજૂ કર્યા, 4 વિરૂધ્ધ ફરિયાદ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોલા પોલીસે જપ્ત કરેલા મોબાઈલ, ટીવીને છોડાવવા ખોટા બિલ રજૂ કર્યા, પોલીસે 4 વિરૂધ્ધ ફરિયાદ નોંધી

છેતરપિંડી અને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ-23 મુજબ દરોડા દરમિયાન આરોપી પાસેથી કબજે કરાયેલા મોબાઇલ ફોન, એલઇડી ટીવી સહિતનો મુદ્દામાલ છોડાવવા માટે બનાવટી બિલ રજૂ કર્યા હતા. જે મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ વધુ એક ગુનો સોલા પોલીસે નોંધ્યો છે. સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.એમ. પરમારે રોહિત ઠક્કર, જગદીશ ચૌધરી, આશિષ પટેલ તેમજ વિનોદ ઉર્ફે વિનુ જીંજાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઈ-મેઈલથી મુદ્દામાલ મેળવવા અરજી કરી
સોલા પોલીસે છેતરપિંડીના કેસમાં દરોડો પાડી આરોપી પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ, એલઇડી ટીવી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે મુદ્દામાલ મોબાઇલ ફોન સહિત પરત મેળવવા માટે રોહિત ઠક્કર, જગદીશ ચૌધરી, આશિષ પટેલ તેમજ વિનોદ ઉર્ફે વિનુ જીંજાવાએ ઈ-મેઇલ મારફતે અરજી કરી હતી, જેથી ઈ-મેઈલની પ્રિન્ટ કાઢીને મુદ્દામાલ સાથે સરખાવતાં આરોપીઓનાં નામ ન હતાં. આરોપીએ પોતાની મુદ્દામાલ અરજીમાં ટીવીની માગણી કરી હતી. પરંતુ પોલીસ મુદ્દામાલ અરજીમાં જોયું તો સેમસંગનું કોઈ ટીવી જપ્ત કર્યું ન હતું, સાથે-સાથે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનનું બિલ કે બિલ નંબરથી અલગ અલગ ટીવીનું વેચાણ થયું ન હતું, જેથી પોલીસે સીઆરપીસી કલમ-91 મુજબ ખોટું બિલ રજૂ કરવા માટે શકિત ઇલેક્ટ્રોનિક્સ નો‌ટિસ ફટકારી હતી. ઓરિજિનલ બિલ રજૂ કરવા તેમને કોર્ટમાં હાજર રહેવા જાણ કરી હતી.

શક્તિ ઇલેક્ટ્રોનિક્સે કોર્ટમાં હાજર રહી નિવેદન આપ્યું
ત્યારબાદ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કોર્ટમાં હાજર રહીને જણાવાયું કે, અમારી કંપનીમાંથી ઇનિશિયલ નામ શક્તિ ઈ-ઝોન છે અને તે નામથી જ બિલ બનાવવામાં આવે છે અને તેમના તરફથી જે બિલ રજૂ કરવામાં આવ્યાં છે. તે બિલ ખોટાં છે અને આરોપીઓએ સોલા પોલીસ સ્ટેશનમાં પડેલું ઇન્ટેક્સ બ્રાન્ડનું ટીવી પરત મેળવવા માટે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ નામની પેઢીનાં ખોટાંબિલ બનાવ્યાં હતાં અને તે ખોટાં હોવાની જાણ હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરીને પોલીસ સ્ટેશનમાંથી ટીવી મેળવવા કોર્ટમાં ખોટાં ‌ બિલ રજૂ કર્યાં હતાં.

સાઈન વગરના બિલ રજૂ કર્યા હતા
આ ઉપરાંત આરોપીઓએ જલિયાન મોબાઈલ, સાંઈરામ મોબાઈલ, ઓમકાર મોબાઈલ, જય મોબાઈલ નામની પેઢીઓનાં ઓથોરાઇઝ સાઈન વગરનાં ‌બિલ રજૂ કર્યાં હતાં. આ બિલમાં પણ વેટ નંબર કે જીએસટી નંબર દર્શાવેલા ન હતા, જેથી આ બધા બિલ શંકાસ્પદ લાગતાં તપાસ કરવા માટે આદેશ કર્યો હતો. બીજી તરફ આરોપીઓ કેર ઇન્ફો સોલ્યુશન, જેબી મોબાઈલ પોઇન્ટ, ખુશી મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હરિઓમ મોબાઈલ નામની પેઢીનાં પણ ખોટાં બિલ રજૂ કર્યાં હતાં. જેથી આરોપીઓએ કોર્ટ સમક્ષ ખોટાં અને બનાવટી બિલ અદાલતની કાર્યવાહીમાં રજૂ કરતાં સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ચાર આરોપીઓ વિરુદ્ધ ખોટા દસ્તાવેજો ને સાચા તરીકે રજૂ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.