ઠગાઈ:વૃદ્ધ સાથે 35 લાખની ઠગાઈ કરનારા 2 સોની સામે ફરિયાદ; 30 લાખના દાગીના, 5 લાખ પરત ન કર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મણિનગરમાં રહેતા સિનિયર સિટીઝન પાસેથી જવેલર્સે જૂના સોનાના દાગીના નવા બનાવી આપવાના બહાને લઈ તેમજ ઉછીના રૂ. પાંચ લાખ લઈ દાગીના કે રોકડ પરત આપ્યા ન હતા. આ અંગે બે જવેલર્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મણિનગર શિવપાર્ક સોસાયટીમાં રહેતા જયંતિભાઈ પટેલ(ઉ.71)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત 5 સપ્ટેમ્બર 2017થી 30 નવેમ્બર 2019 સુધીના સમયગાળામાં વસ્ત્રાલ મહાદેવનગરના ટેકરાખાતે શ્રીજી જવેલર્સ નામની દુકાન ધરાવતા રસિકભાઈ સોની અને જીગર સોનીએ ભેગા મળી જયંતિભાઈ પાસેથી જૂના સોનાના દાગીના કુલ કિંમત રૂ 30 લાખના નવા દાગીના બનાવી આપવાના બહાને લીધા હતા. એટલુ જ નહી જયંતિભાઈ પાસેથી આ બને સોનીઓએ હાથ ઉછીના રોકડ રૂ. પાંચ લાખ લીધા હતા.

લાંબા સમય સુધી દાગીના અને રોકડની માગણી કરવા છતાં તેમને સોનીઓએ કોઈ વસ્તુ આપી ન હતી અંતે કંટાળીને જયંતિભાઈએ આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને સોનીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...