તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:રખિયાલમાં દીવાલ પડતા 1 મોત કંપનીના 2 માલિક સામે ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટેક્સટાઈલ કંપનીની દીવાલ ધરાશાયી થતાં બે મજૂરો દટાયા
  • અન્ય એક મજૂરને ઈજા, કોન્ટ્રાક્ટર-સુપરવાઈઝર સામે ગુનો દાખલ

રખિયાલમાં ગુજરાત બોટલિંગની પાછળ આવેલી ટેક્સટાઈલ કંપનીમાં દીવાલ ધરાશયી થતાં એક મજૂરનું મોત તથા એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે કંપનીના બે માલિક, લેબર કોન્ટ્રાકટર અને સુપરવાઈઝર સહિત ચાર સામે મૃતકના કાકાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ ઓઢવમાં રહેતા રામજીઆવન કેવટ તેમના ભત્રીજા સુરેશ કેવટ સાથે ગુજરાત બોટલિંગની પાછળ સાઈટ એસ્ટેટમાં જુબેરભાઈ શેખ તથા બિલાલભાઈ શેખની બાબુ ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે.

સુરેશ, શિવકુમાર રૈદાસના કોન્ટ્રાક્ટર નીચે અને રામજીઆવન રાકેશભાઈ કોન્ટ્રાક્ટરના નીચે મજૂરી કામ કરે છે. બુધવારે રાકેશભાઈ અને તેમનો ભત્રીજો સુરેશ બંને મજૂરી કામ કરી રહ્યા હતા, ત્યારે સુરેશ જે જગ્યાએ કામ કરી રહ્યો તે જગ્યા પરની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેથી સુરેશ અને બીજી એક મહિલા કર્મચારી જ્યોત્સનાબેન દટાઈ ગયા હતા. મજૂરોએ દબાયેલ સુરેશ અને મહિલા કર્મચારીને બહાર કાઢ્યા હતા. જોકે સારવાર દરમિયાન સુરેશનું મોત નિપજ્યું હતું.

કારખાનાના માલિક જુબેરભાઈ તથા બિલાલભાઈ અને કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટર શિવકુમાર રૈદાસ તથા સુપરવાઈઝર સોહીલ ચૌહાણ કારખાનું જર્જરિત હોવાનું જાણતા હોવા છતા મજૂરો રાખી કામ કરાવી રહ્યા હોવાથી એક મજૂરનું મોત અને એક મજૂરને ઈજા થતા સારવાર માટે મોકલવામાં આવી હોવાની ફરિયાદ મૃતક સુરેશના કાકા રામજીભાઈએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેની વિરુદ્ધમાં સાઅપરાધ મનુષ્ય વધ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...