તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જજના પરિવારની હત્યાના પ્રયાસમાં 10 સામે ફરિયાદ, કોર્ટે સ્ટે ઓર્ડર કર્યો હોવાની અદાવત રાખી હુમલો કરાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છરીથી હુમલો કર્યાની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

દરિયાપુર વિસ્તારમાં દુકાન પાસે સર્વિસ સ્ટેશનનું પાણી ઢોળવાના કેસમાં કોર્ટે સ્ટે ઓર્ડર કર્યો હોવા મામલે અદાવત રાખી જજના પરિવારની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે જજે 10 લોકો વિરુદ્ધ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દરિયાપુરમાં રહેતા શબ્બીરહુસેન સૌકતહુસેન અજમેરી ઉપેલટામાં જ્યુડિશિયલ ફસ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવે છે. તેમનાં માતાપિતા તથા ભાઈ પાડોશમાં જ આવેલા હબીબી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના ભાઈ યાસીને જુલાઈ, 2020માં હબીબી એપાર્ટમેન્ટની નીચે આવેલી ત્રણ દુકાનો ખરીદી હતી. તેમની બાજુમાં ઇકબાલભાઇ ચાંદભાઈ કઠિયારાની છે. તેમાં ઇકબાલભાઈના ત્રણ દીકરા ઇર્શાદ, અવેશ અને ફૈજાન સર્વિસ સેન્ટર ચલાવે છે.

ફરિયાદ મુજબ, આ મામલે વિવાદ થતા શબ્બીરહુસેનના ભાઈએ કોર્ટમાં સિવિલ કેસ કર્યો છે, તેનો દાવો ચાલુ છે, જેની અદાવત રાખી ઇકબાલભાઇ અને ત્રણ દીકરા અવારનવાર ઝઘડો કરતા હતા. થોડા સમય પહેલાં દીવાની દાવામાં કોર્ટે યાસીનભાઈ તરફે સ્ટે આપ્યો હતો. બીજી તરફ શબ્બીરહુસેન જજ હોવાથી જ તેમની તરફે સ્ટે આપ્યો હોવાનું અનુમાન કરી ઇકબાલભાઈ અને તેમના દીકરા દ્વેશભાવ રાખતા હતા. શબ્બીરહુસેને શુક્રવારે રાતે દરિયાપુર ઘર પાસે જાંબુડીવાળી મસ્જિદમાં નમાજ પઢી ઘરે આવ્યા હતા ત્યારે ઇકબાલ અને તેમના ત્રણ દીકરા સહિત 10એ તેમની પર હુમલો કર્યો હતો.

દરવાજો તોડવા પ્રયાસ કર્યા બાદ મામલો બીચક્યો
ઇકબાલ સહિત 10 લોકોએ તેમના ઘરનો દરવાજો તોડવા પ્રયાસ કર્યો હતો. શબ્બીરહુસેનનાં માતા રૂક્શાનાબાનુ તથા પિતા સૌકતહુસેન તથા તેમનો નાનો ભાઇએ તેમને રોકવા પ્રયાસ કર્યો હતો. ઇકબાલભાઇએ ગાળો બોલી કહ્યું હતું કે, કોર્ટમાંથી સ્ટે કેમ લાવ્યો છો? પછી ઉશ્કેરાઈ નાનાભાઈ યાશિન પર છરી વડે હુમલો કર્યો હતો ત્યારે અન્ય લોકોએ પણ છરી વડે શબ્બીરહુસેનના માતા સહિતના લોકો પર હુમલો કર્યો હતો. આ મામલે શબ્બીર હુસેને ઇકબાલ કઠિયારા, એવેશ કઠિયારા સહિત 10 સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...