ABVP દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી:ગુજરાત યુનિવર્સીટીના IISના ડાયરેકટર લાયકાત વિના PhDના કો-ગાઈડ બનતા ફરિયાદ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સીટીમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સબસ્ટબીનીલિટી ડિપાર્ટમેન્ટના ડાયરેકટર સુધાશું જહાંગીર વિરુદ્ધ ABVPએ ફરિયાદ કરી છે. સુધાશું જહાંગીર પોતે PhD પૂરું ના કર્યું હોવા છતાં PhDના વિદ્યાર્થીઓના કો-ગાઈડ બની ગયા છે. નિયમ મુજબ લાયકાત વિના કોઈ કો-ગાઈડના બની શકે જેથી તેની સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

સુધાશુ જહાંગીર PhDના કો-ગાઈડ બન્યા
IIS ના ડાયરેકટ સુધાશું જહાંગીર પોતે PhDના વિદ્યાર્થી છે. PhD કરનાર વિદ્યાર્થીને 2 કો-ગાઈડ આપવામાં આવે છે. આ કો-ગાઈડ PhD થયા હોવા જરૂરી છે પરંતુ લાયકાત ના હોવા છતાં સુધાશુ જહાંગીર 3 PhDના વિદ્યાર્થીઓના કો-ગાઈડ બન્યા છે. આ મામલે ABVPએ કુલપતિની મળીને આવેદન આપીને ફરિયાદ કરી હતી. ABVPએ સુધાશુ જહાંગીર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

ABVP દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી
ABVPના મહામંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે UGCના નિયમ મુજબ સુધાશું જહાંગીર પાસે લાયકાત નથી જેથી તેમને કો-ગાઈડ તરીકે ના રહેવા દેવા માટે અમે રજુઆત કરી છે. ગુજરાત યુનિવર્સીટી કોઈ પગલાં નહીં લે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુધાશું જહાંગીરે જણાવ્યું હતું કે કો-ગાઈડ માટે PhD થયેલા હોવું જરૂરી નથી.

અન્ય સમાચારો પણ છે...