સ્પર્ધત્મક પરીક્ષા:1 ડિસેમ્બરથી એચ.કે સેન્ટર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગ શરૂ થશે, દરરોજ 2 કલાક ક્લાસ ચાલશે

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી રહી છે. ટૂંક જ સમયમાં મોટી સંખ્યામાં ભરતી થવાની છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી પાસે ચાલી રહેલ એચ.કે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી રોજ 2 કલાક વર્ગ ચાલશે.

એચ.કે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ગુજરાત રાજ્યમાં લેવાનારી નોકરી માટેની સ્પર્ધત્મક પરીક્ષામાં વિવિધ વિષયોનું માર્ગદર્શન વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને મળી રહે તે માટે 1 ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી માસના અંત સુધી જ સોમવારથી શુક્રવાર રોજ 2 કલાક કલાસ ચાલશે. આ ક્લાસમાં અંગ્રેજી, ગણિત, રિઝનિંગ, સામાન્ય જ્ઞાન જેવા વિષયોને સાંકડી નિષ્ણાંત માર્ગદર્શન આપશે. આ માટેના કોર્ષ એચ.કે સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગ ખાતેથી 11 થી 5 વાગ્યા સુધી ફોર્મ મેળવી સુધી 29 નવેમ્બર સુધી ફી સાથે ભરીને પરત કરવામાં આવશે અને 1 ડિસેમ્બરથી 3:30 થી 5:30 સુધી કલાસ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...