ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો:કોરોનાથી મોતમાં પરિવારજનોને 4 લાખનું વળતર આપોઃ કોંગ્રેસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 50 હજારની સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો છે ત્યારે ગુજરાતમાં કોરોનાના મૃતકોને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ લાવી તેમના પરિવારજનોને 4 લાખનું વળતર આપવાની માંગણી કોંગ્રેસે કરી છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે વિધાનસભા ચોમાસુ સત્રના દિવસો લંબાવીને કોરાના મૃતકોને સામૂહિક શ્રદ્ધાંજલિનો ઠરાવ લાવવામાં આવે અને દરેકને 4 લાખનુ વળતર ચૂકવવાનું જાહેર કરવામાં આવે. તૌકતે વાવાઝોડામાં સરકારે જાહેર કરેલી સહાયમાં ભારે વિસંગતતા અને વિલંબ થઇ રહ્યો છે. તાજેતરના પુરગ્રસ્ત વિસ્તારોમાં પણ તાત્કાલિક સહાયની ચૂકવણી કરવા માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...