30 દિવસમાં ચિત્ર બદલાયું / મે મહિનાની સરખામણીએ જૂનમાં અમદાવાદમાં કેસ અને મૃત્યુ ઘટ્યા, સુરતમાં બન્ને વધ્યા

Compared to May, the number of cases and deaths decreased in Ahmedabad in June and increased in Surat
X
Compared to May, the number of cases and deaths decreased in Ahmedabad in June and increased in Surat

  • 20 જૂનથી કેસથી દરરોજ 100થી વધુ કેસ નોંધાયા
  • 22 જૂનથી અમદાવાદમાં નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:49 PM IST

અમદાવાદ. ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. લોકડાઉનના કારણે અસ્તવ્યસ્ત થઇ ગયેલા રાજ્યના જીવનને પૂર્વવત કરવા માટે 1 જૂનથી અનલોક-1 અમલી કરવામાં આવ્યું હતું અને હવે આજથી એટલે કે 1 જુલાઈથી અનલોક-2ને અમલી બનાવાયું છે. જોકે અનલોકના 30 દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતા બે જિલ્લા અમદાવાદ અને સુરતનું ચિત્ર બદલાયું છે. અમદાવાદમાં મે મહિનાની સરખામણીએ મોત અને કેસમાં ઘટાડો આવ્યો છે, તો બીજી તરફ સુરતમાં આ સ્થિતિ વણસી છે. સુરતમાં કેસ અને મૃત્યુ બન્નેમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મેની સરખામણીએ 407 કેસ અને 94 મૃત્યુ ઓછા નોંધાયા છે, જ્યારે સુરતમાં મેની સરખામણીએ 2203 કેસ અને 45 મૃત્યુ વધારે નોંધાયા છે.

અમદાવાદમાં સતત કેસમાં ઘટાડો, સુરતમાં સતત વધારો
અમદાવાદ શહેર-જિલ્લામાં દરરોજ નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 જૂને 314 કેસ નોંધાયા હતા, ત્યારબાદ દરરોજ નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, 29 જૂને કેસ 236 થયા હતા પરંતુ 30 જૂને કેસ 200ની નીચે જતા રહ્યાં હતા. જ્યારે સુરતમાં 19 જૂનથી સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. 20 જૂનથી દરરોજ નોંધાતા કેસનો આંકડો 100થી વધુ રહ્યો છે.  29 જૂને તો કેસ 200નો આંક પણ વટાવી ગયા હતા. 

તારીખ અમદાવાદના કેસ સુરતના કેસ
19 જૂન 312 93
20 જૂન 306 103
21 જૂન 273 176
22 જૂન 314 132
23 જૂન 235 175
24 જૂન 215 172
25 જૂન 238 164
26 જૂન 219 182
27 જૂન 211 184
28 જૂન 211 182
29 જૂન 236 206
30 જૂન 197 199

અમદાવાદ અને સુરતમાં મે-જૂનમાં નોંધાયેલા કેસ
અમદાવાદ શહેર- જિલ્લામાં મે મહિનામાં 9140 કેસ નોંધાયા હતા, પરંતુ જૂન મહિનામાં અનલોક અમલી કરવામાં આવ્યું હતું. અને લાગી રહ્યું હતું કે જેની વિપરીત અસર અમદાવાદમાં થશે પરંતુ જૂનમાં અમદાવાદમાં 8733 કેસ નોંધાયા છે. જે મે મહિનામાં નોંધાયેલા કેસો કરતા 407 કેસ ઓછા છે. એટલે કહી શકાય કે અમદાવાદ શહેર- જિલ્લામાં તંત્ર અને જનતાની જાગરુકતા કોરોનાના વધતા કેસોને કાબૂમાં રાખવામાં સફળ રહ્યાં છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન સુરત શહેર- જિલ્લામાં કોરોનાની સ્થિતિ વકરી છે. મે મહિનામાં સુરતમાં 1006 કેસ નોંધાયા હતા, પરંતુ જૂનમાં કેસમાં વધારો થયો હતો. જૂનમાં 3209 કેસ નોંધાયા છે, જે મે મહિના કરતા 2203 કેસ વધારે છે. 

અમદાવાદ અને સુરતમાં મે-જૂનમાં નોંધાયેલા મૃત્યુ
એવી જ રીતે અમદાવાદ શહેર- જિલ્લામાં મે મહિનામાં 693 દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા, જ્યારે જૂન મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો. જૂન મહિનામાં 599 મૃત્યુ નોંધાયા હતા. એટલે કે મે મહિનાની સરખામણીએ જૂનમાં અમદાવાદમાં 94 મૃત્યુ ઓછા નોંધાયા હતા. તેનાથી વિપરીત સુરત શહેર- જિલ્લામાં મે મહિનામાં 44 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે જૂન મહિનામાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. જૂન મહિનામાં  89 મૃત્યુ નોંધાયા છે. એટલે કે મે મહિનાની સરખામણીએ જૂનમાં 45 મોત વધુ નોંધાયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી