તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કમ્મરતોડ ફટકો:દુલ્હા-દુલ્હને બેસવાનું બાકી હતું ને રાત્રિ કર્ફ્યૂ લાગતા ઈવેન્ટ મેનેજમેન્ટ વાળા રડ્યાં, કંપનીઓને એક વર્ષમાં 700 કરોડનું નુકસાન

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • મહેમાનોની છૂટ 300થી 500 કરવામાં આવે તો અમે ગાઈડલાઈનના પાલનની ખાતરી આપીએ છીએઃ વિહંગ શાહ
  • કોઈએ શાકભાજીનો વ્યવસાય તો કોઈએ ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો

રાજ્યમાં કોરોનાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે અને બીજી લહેરમાં તો માતેલો સાંઢ બનીને લોકોનો સંક્રમિત કરવા લાગ્યો છે. કોરોનાએ સમગ્ર વિશ્વને ક્યારેય ભૂલી ન શકાય એવા જખમો આપ્યા છે. ખાસ કરી લોકોની આર્થિક શક્તિ અને આરોગ્યને ભારે નુકસાન કર્યું છે. તેમાં પણ લગ્ન પ્રસંગોમાં મહેમાનોની મર્યાદિત સંખ્યાને કારણે માત્ર અમદાવાદમાં જ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને રૂ.700 કરોડનો કમ્મરતોડ ફટકો લાગ્યો છે.

અમારી અને એમની આંખમાં આંસુ હતા
એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિકે એક કિસ્સો શેર કરતા કહ્યું કે, બધુ તૈયાર હતું ખાલી દુલ્હા-દુલ્હને બેસવાનું બાકી હતું અને આગલી રાત્રે નાઈટ કર્ફ્યૂના ન્યૂઝ આવતા જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અમારી અને એમની આંખમાં આંસુ હતા.

કોરોનાની અસર તમામ ધંધા-વ્યવસાય પર પડી છે. કેટલાક ધંધા તો સાવ બંધ પણ કરવા પડ્યા છે તો કેટલાક ધંધાનું કદ નાનું કરી દેવું પડ્યું છે, ત્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ પણ ખૂબ મોટો વ્યવસાય છે. આ વ્યવસાય સાથે અનેક લોકો અને મોટી એજન્સીઓ પણ સંકળાયેલી છે ત્યારે ગત માર્ચથી કોરોના શરૂ થતાં પ્રસંગોની રૂપરેખા જ બદલાઈ ગઈ છે. અગાઉ જેમ ધામધૂમથી અને વાજતે ગાજતે પ્રસંગ થતા હતા તેની જગ્યાએ હવે પૈસાદાર પરિવાર પણ એક મર્યાદામાં રહીને પ્રસંગ કરે છે.

સાદગીથી પ્રસંગ થતા હોવાથી ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂર રહેતી નથી
કોરોના શરૂ થતાં જ લગ્ન પ્રસંગ, જાહેર મેળાવડા, ઉદ્ઘાટનો જેવા અનેક પ્રસંગોને લઈ સરકાર દ્વારા SOP જારી કરવામાં હતી. આ SOP પ્રમાણે જ લોકોએ પ્રસંગ ઉજવવા પડી રહ્યા છે, જેથી લગ્ન પ્રસંગોમાંથી ઇવેન્ટ મેનેજમેન્ટની પણ બાદબાકી થવા લાગી છે. નિયમોના પાલન સાથે સાદગીથી પ્રસંગ કરવામાં આવતા હોવાથી ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂર રહેતી નથી. અગાઉની જેમ લગ્ન સિવાયના અન્ય પ્રસંગો પણ ખૂબ ઘટી ગયા છે, જેના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાયમાં મંદીનો માહોલ છે.

ફરીથી કેસો વધતા નિયંત્રણો વચ્ચે પ્રસંગો થાય છે
​​​​​​​​​​​​​​ડિસેમ્બર બાદ કોરોનાના કેસમાં ઘટાડો આવતા પ્રસંગોમાં છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી કેસો વધવા લાગતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ જેવા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. મોટા ભાગે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વધુ લગ્ન થતા હોય છે. પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ખૂબ ઓછી સંખ્યામાં લગ્નો થયા છે. જો કે આ સમયે ઇવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાયકારોના જીવમાં જીવ આવ્યો હતો. પરંતુ હવે ફરીથી કેસો વધતા અને સરકારી નિયંત્રણો વચ્ચે પ્રસંગ યોજવામાં આવી રહ્યા છે.

આ વર્ષે પ્રસંગો ખૂબ ઓછા થયા અને તે પણ ઈવેન્ટ મેનેજમેન્ટ વિના
આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ધરાવતા વિહંગ શાહે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે 700 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. લગ્ન પ્રસંગ સાથે 150 એજન્સીઓ જોડાયેલી હોય છે તે તમામ અત્યારે બેકાર છે. દર વર્ષ થતા લગ્ન પ્રસંગોમાં 50 ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે. જ્યારે અન્ય પ્રસંગો થતાં જ નથી.

વસંત પંચમી અને અખાત્રીજ જેવા દિવસે મોટી સંખ્યામાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગ હોય છે. પરંતુ આ વર્ષે પ્રસંગ તો ખૂબ ઓછા યોજાયા અને તે પણ ઇવેન્ટ મેનેજમેન્ટ વિના યોજાયા છે. અમારી સરકાર પાસે એક માંગણી છે કે લગ્ન કે અન્ય પ્રસંગમાં છૂટછાટ આપવામાં આવે તેમાં SOPનું પુરેપુરૂ પાલન કરવાની બાહેંધરી લેવા તૈયાર છીએ. જો મહેમાનોની છૂટ 300થી 500 સુધી કરવામાં આવે તો અમે કોરોના ગાઈડલાઈનના પાલનની પુરી ખાતરી આપીએ છીએ.

પતિની મદદથી આજે ફરીથી કામ શરૂ કર્યું છેઃ પ્રિયંકા
​​​​​​​​​​​​​​
જ્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી પ્રિયંકા સિરોહિયા નામની યુવતીએ જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થતાં જ કામ બંધ થઈ ગયું હતું. જેના કારણે પૈસાની પણ તંગી સર્જાઈ હતી. સપ્ટેમ્બર મહિના સુધી જેમતેમ કરીને ચલાવ્યું હતું. બાદમાં બેંક બેલેન્સ પણ ઝીરો થઈ ગયું હતું. પતિની મદદથી ફરીથી કામ ચાલુ કર્યું છે પરંતુ અન્ય એજન્સીઓ તો બંધ પણ થઈ ગઈ તો કેટલીક એજન્સીઓએ કામ બદલી દીધું છે. કેટલાક લોકોએ તો શાકભાજીનો વ્યવસાય તો કેટલાક લોકોએ ગૃહ ઉદ્યોગ શરૂ કરી દીધો છે.

6 વર્ષથી એક પાર્ટી નાના દીકરાના લગ્ન માટે સંપર્કમાં હતી
ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક પ્રિયમ કાપડિયાએ જણાવ્યું હતું કે મેં અને મારા એક મિત્રએ 6 વર્ષ અગાઉ એક લગ્નની ઇવેન્ટનું કામ લીધું હતું. જે ઇવેન્ટ સારી હોવાથી પાર્ટીએ 5 વર્ષ બાદ થનાર લગ્ન માટે પણ એડવાન્સ કામ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 6 વર્ષ બાદ મારા નાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરીશું. બાદમાં 5 વર્ષ સુધી પાર્ટી સાથે સબંધ ખૂબ જ સારો થઈ ગયો અને 5 વર્ષ દરમિયાન પાર્ટી સાથે વાત થતી ત્યારે પાર્ટી જે પ્રસંગમાં જાય ત્યારે ફોટો પાડીને એમ કહેતી હતી કે આપણે આ રીતે ઇવેન્ટ કરીશું.

મંડપ સુધીની તૈયારી કરવામાં આવી હતીને કર્ફ્યૂ લાગ્યો
પ્રિયમ કાપડિયાએ આગળ જણાવ્યું કે, 6 વર્ષે જ્યારે નાના દીકરાના લગ્નનો સમય આવ્યો ત્યારે કોરોના આવી ગયો હતો. જેથી લગ્ન એક વર્ષ બાદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન નક્કી કર્યા. ફેબ્રુઆરીમાં 200 મહેમાનોની હાજરી સાથે લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બધું બુક કરવામાં આવ્યું હતું અને મંડપ સુધીની તૈયારી કરવામાં આવી હતી. દુલ્હા દુલ્હને બેસવાનું જ બાકી હતું. પરંતુ લગ્નની આગલી રાત્રે નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી, જે સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. જેનો પ્રસંગ હતો તે પાર્ટી પણ રડી ગઈ હતી અને કોર્ટમાં મેરેજ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો