દેશની ટોચની 500 કંપનીઓમાં ગુજરાતની 37 કંપનીઓનો સમાવેશ થયો છે. 2021 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500માં ગુજરાતના એનર્જી, કેમિકલ્સ તથા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનમાં કંપનીઓએ બમણો ગ્રોથ દર્શાવ્યો છે. આ ઉપરાંત હેલ્થકેરનો હિસ્સો પણ સારો રહ્યો છે. ગુજરાતમાંથી ટોચની 10 કંપનીઓનું કુલ મૂલ્ય 135% વધીને 11.2 લાખ કરોડ થયું છે, જે 2021 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટના કુલ મૂલ્યના 4.9% જેટલું છે.
વૃદ્ધિની દ્રષ્ટિએ ગુજરાતમાંથી 2021 બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500નું નેતૃત્વ અદાણી ટોટલ ગેસ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝીસ ટોચના સ્થાને રહ્યાં છે. ગુજરાતમાંથી કંપનીઓનું સરેરાશ વેચાણ રૂપિયા 8841 કરોડ હતું. તેમાંથી 10 કંપનીઓનું વેચાણ ગયા વર્ષે રૂપિયા 10000 કરોડ કરતાં વધુ હતું. ગુજરાતની કંપનીઓએ સરેરાશ 2.3 લાખ લોકોને રોજગારી આપી છે.
ખાનગી કંપનીઓને મૂલવવી એ જેટલું વિજ્ઞાન છે તેટલું જ એક કળા છે. હુરુન ઈન્ડિયાએ જણાવ્યા અનુસાર કેટલીક કંપનીઓને ચૂકી હશે, પરંતુ પ્રયાસ ભારતના ટોચના વ્યવસાયોને ઓળખવા અને તેમને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે તેના પ્રકારનો સૌથી વ્યાપક અહેવાલ વિકસાવવાનો છે. મુલ્યવાન કંપનીઓની ઓળખ કમાણી, વેચાણની કિંમત, વેચાણથી ઈવી (અપેક્ષિત મૂલ્ય), ઈવી થી એબીઆઇટીડીએ (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલા ની આવક), ડિસ્કાઉન્ટેડ રોકડ પ્રવાહ અને ટોબિન્સ ક્યૂ જેવી અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. તથા નાણાકીય માહિતી નવીનતમ ઉપલબ્ધ વાર્ષિક અહેવાલો અથવા ઓડિટેડને ધ્યાનમાં લેવામાં આવે છે.
કોરોના મહામારીના આર્થિક સંક્રમણ વચ્ચે પણ ગુજરાતની અનેક કંપનીઓએ પોઝિટીવ ગ્રોથ નોંધાવ્યો છે. આ ઉપરાંત અનેક નવી રોજગારીનું સર્જન પણ રહ્યું છે. આગામી વર્ષે પણ બજારમાં કેમિકલ્સ, એનર્જી તથા ઓટો સેક્ટરમાં સારા ગ્રોથની આશા કોર્પોરેટ સેક્ટર જોઇ રહ્ય હોવાનો નિર્દેશ ક્યુસીસીના ફાઉન્ડર જીગર વોરાએ દર્શાવ્યો છે. ગુજરાતમાં મહામારીના સમયગાળામાં પણ અનેક કંપનીઓએ વિસ્તરણની યોજનાઓ ઘડી છે અને આવનાર સમયમાં મોટા પાયે રોકાણ આવશે.
વર્ષ 2021માં ગુજરાતી કંપનીઓનું મૂલ્ય વધીને 15.3 લાખ કરોડ
2021 બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા 500 કંપનીઓનું કુલ મૂલ્ય 228 લાખ કરોડ (યુએસ$ ૩ ટ્રિલિયન) ની નજીક છે જેમાં ગુજરાતી કંપનીઓનું મુલ્ય 15.3 લાખ કરોડ આસપાસ છે. નાણાકીય વર્ષ 2021 માટે ભારતના જીડીપી કરતાં વધુ છે. આ 500 કંપનીઓમાં થી ટોચની કંપનીઓ ભારતના જીડીપીના 29% જેટલી છે જેમાં તેઓ દેશના કુલ કર્મચારીઓના 1.5% ને રોજગાર આપે છે. આમાંની લગભગ 10% કંપનીઓ 10 વર્ષથી નાની છે, જે ભારતની ગતિશીલ ટેક ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરે છે. -અમિતાભ ચૌધરી, એમડી-એક્સિસ બેંક
ગુજરાતના ટોચના પાંચ ઉદ્યોગો
સેક્ટર | કંપની | ગ્રોથ |
હેલ્થકેર | 8 | 18% |
કેમિકલ્સ | 7 | 131% |
એનર્જી | 5 | 185% |
ઇન્ડ.પ્રોડક્ટ | 4 | 119% |
કન્ઝ્યુમર ગુડ્ઝ | 3 | 84% |
બાંધકામ-એન્જિ. | 3 | 59% |
ગુજરાતની 5 જૂની કંપની
કંપની | વર્ષ | વેલ્યુ |
એલેમ્બિક ફાર્મા | 1907 | 14876 |
અતુલ | 1947 | 28679 |
કેડિલા ફાર્મા | 1951 | 6700 |
કેડિલા હેલ્થકેર | 1952 | 52129 |
ટોરેન્ટ ફાર્મા | 1959 | 47745 |
રોજગાર પૂરી પાડતી ટોચની કંપની
કંપની | રોજગારી | વેલ્યુ |
કેડિલા હેલ્થકેર | 32968 | 52129 |
ટોરેન્ટ પાવર | 16769 | 24016 |
GR ઇન્ફ્રા પ્રોજેક્ટ | 16333 | 19135 |
એલેમ્બિક ફાર્મા | 14690 | 14876 |
ટોરેન્ટ ફાર્મા | 14347 | 47745 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.