અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સફાઈનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ ન થતી ન હોવાની અને કચરાપેટીની આસપાસ કચરો પડ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આજે શહેરમાં પ્રજાના કામો અને ફરિયાદ અંગે ચર્ચા કરવા માટે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળે છે તેમાં કમિટિના પાસે માત્ર શહેરમાં સફાઈનો જ એક પ્રશ્ન હતો જેને કમિશનર અને અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો હતો. બાકી કોઈ જ પ્રકારના પ્રશ્નો કે ફરિયાદની ચર્ચા કરી ન હતી. શહેરમાં લોકોને કોર્પોરેશન તંત્રથી અનેક પ્રશ્નો હોય છે જે કોર્પોરેટરોને ફરિયાદ કરે છે ? સફાઈ સિવાય બાકીની કોઈ પ્રશ્નો કે ફરિયાદ નથી આવતી કે પછી ચર્ચા અંગે પ્રજાને માહિતી નથી આપવામાં આવતી ? તેના પર મોટો સવાલ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા છુટ્ટો ફેંકાતો કચરો દૂર કરવા AMC એ સિલ્વર ટ્રોલી મૂકી એક જ સ્થળે કચરો એકત્ર કરવાનું આયોજન કર્યું છે. સિલ્વર ટ્રોલી ઉભરાવવાની અને કચરો ઉપાડવામાં ન આવતો હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય દ્વારા કરવામાં આવી હતી. શહેરમાં 800 જેટલી સિલ્વર ટ્રોલી મુકવામાં આવી છે.જેમાંથી 60 ટકા એટલે કે 480 થી 500 જેટલી સિલ્વર ટ્રોલીઓ આસપાસ કચરાના ઢગલા હોવાના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. ગંદકીના કારણે કોટ વિસ્તારમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગ વધી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને તાત્કાલિક સિલ્વર ટ્રોલી આસપાસ સાફ સફાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.