તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સમિતિઓની રચના કરાશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે સમિતિમાં ગેરરીતિનો કોંગ્રેસનો આક્ષેપ
  • ભાજપની 30, કોંગ્રેસની 4 બેઠક : સ્થાન લેવા ભાજપના સભ્યો મંત્રી અને ધારાસભ્યોના શરણે

જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી 14મી જૂને મળનારી છે. જેમાં વિવિધ સમિતિઓની રચના થશે. ભાજપની 30 બેઠકો અને કોંગ્રેસની 4 બેઠક છે. સમિતિઓમાં સ્થાન લેવા ભાજપના સદસ્યો જિલ્લાના મંત્રી અને ધારાસભ્યોની શરણે ગયા છે.

ગત વખતે આરોગ્ય, સિંચાઇ, બાંધકામ સમિતિ અને સામાજિક ન્યાય સમિતિમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ કોંગ્રેસે કર્યા હતાં. જોકે ડીડીઓની સમિતિના રિપોર્ટમાં કોઇ સભ્ય દોષિત હોવાનું પુરવાર થયું નથી. તાજેતરમાં જ જિલ્લા પંચાયત ભાજપના ઉપપ્રમુખ રમેશ મકવાણાએ કોઇ પણ જાતની ચકાસણી વગર પોતાની વાર્ષિક દસ લાખની ગ્રાન્ટ ખાનગી હોસ્પિટલને ધરી દેતા વિવાદનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લા પંચાયતની ઉપરોક્ત ચાર સમિતિઓ સિવાયની સમિતિઓમાં સ્થાન લેવા માટે નવનિયુક્ત સભ્યો રાહ જોઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાજપ તરફથી કારોબારી સમિતિના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડક તરીકે ત્રણ સભ્યોની નિમણૂક કરી છે. આગામી સપ્તાહમાં જિલ્લા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે. જેમાં વિવિધ સમિતિઓ માટે ભાજપના સભ્યોના નામ નક્કી કરવામાં આવશે. જોકે મહત્વની સમિતિઓના ચેરમેનોના હોદ્દા પર બિનવિવાદીત ભાજપના સભ્યોના નામો નક્કી થશે. જેથી કરીને ગેરરીતિ કરતા સભ્યો પર કમાન રહે.

અન્ય સમાચારો પણ છે...