અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ ખાડા અને ભૂવા પડ્યાં છે. અનેક રસ્તાઓ તૂટી ગયાં છે. ત્યારે શહેરમાં રોડ રસ્તા મામલે નાગરીકોને થતી હાલાકીના પ્રશ્નો અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ભાજપના ચેરમેન અને કોર્પોરેટરોએ ચર્ચા કરવાની હોય છે. પરંતુ સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં શહેરમાં પડેલા ખાડાઓ અને રસ્તા તૂટવા મામલે કોઇ જ ચર્ચા કરવામાં આવી ન હતી. અમદાવાદના નાગરિકો ખરાબ રોડ અને ખાડા થી છેલ્લા દસ દિવસથી ત્રસ્ત છે ત્યારે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન અને ભાજપના કોર્પોરેટરોએ માત્ર 10 મિનિટમાં જ કમિટી પૂરી કરી દીધી હતી. ખાડાઓ અંગે અધિકારીઓ પાસે કોઈ પણ પ્રકારનો જવાબ માંગ્યો ન હતો.
ખાડા પૂરા કરી દો કહી કમિટી પુરી કરી દેવાઈ
અમદાવાદ શહેરમાં ચોમાસામાં કે ચાલુ દિવસોમાં રોડ-રસ્તાઓ ખરાબ થયા હશે તો અધિકારીઓ સુધી આ ફરિયાદ કરી નિરાકરણ થશે જ નહીં કારણ કે ખુદ ભાજપના કોર્પોરેટરો અને રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેનને નાગરિકોની ખાડાની સમસ્યાઓમાં રસ નથી. ચેરમેન મહાદેવ દેસાઈ પોતે કમિટિમાં પોતાની મનમાની કરે છે અને માત્ર 10 જ મિનિટમાં તેઓ દ્વારા કમિટી પૂરી કરી દેવામાં આવે છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં એજન્ડાના કામ ઉપર તેઓએ ચર્ચા કરી હતી અને ત્યારબાદ ખાડાઓ અંગે અધિકારીઓને સૂચના આપી દીધી હતી કે જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં ખાડા પૂરા કરી દો બસ એટલું કહી અને કમિટી પૂરી કરી દેવામાં આવી હતી.
વરસાદમાં શહેરના દરેક વોર્ડમાં ખાડાઓ
જેના પરથી સ્પષ્ટ જણાય છે કે શહેરમાં છેલ્લા દસ દિવસથી વરસાદ બાદ ખાડા પડ્યા છે. તે જોવા માટે કોઈ નીકળતું નથી. તેની રજૂઆત પણ ભાજપના કોર્પોરેટરો કરતા નથી. શહેરના વિવિધ વોર્ડમાંથી કોર્પોરેટરો અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ તેઓ દ્વારા કેટલા ખાડા પડ્યા છે. કેટલા ઝડપથી આ ખાડા પૂરા કરવામાં આવશે હજી પણ ખાડા છે તેવી કોઈ ફરિયાદ કરવામાં આવતી નથી. સતત આ રીતે શહેરના દરેક વોર્ડમાં ખાડાઓ છે પરંતુ અધિકારીઓ પાસે અથવા કામગીરી કરાતી નથી અને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની મીલીભગતના કારણે પ્રજાજનોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.
કમિટિમાં ઝીરો અવર્સની કોઈ ચર્ચા જ નથી હોતી
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ કહે છે કે કમિટિમાં ઝીરો અવર્સની કોઈ ચર્ચા જ નથી હોતી. જે ફરિયાદ જે તે વોર્ડ- ઝોનમાં હોય ત્યાં કોર્પોરેટરોએ કરવાની હોય છે. આ રીતે જવાબ આપી અને તેઓ માત્ર અમુક જ વોર્ડના અને ઝોનની વાત કરે છે. પરંતુ શહેરમાં 48 વોર્ડ આવેલા છે અને માત્ર જ સભ્યોએ માં હોય છે જેમાં કેટલાક વિસ્તારના હોતા નથી તો શું તે વિસ્તારનાં અંગે કોઈ ફરિયાદ ક્યાં કરશે ? રોડ એમદ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ અધિકારીઓ સામે કમિટિમાં નિમાયેલા 16 કોર્પોરેટરોને બોલવા નથી દેતા કે તેઓ રજૂઆત કરતા નથી.
રોડ કમિટીમાં કોણ કોર્પોરેટરો સભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.