કોરોનાવાઈરસ:સિવિલની કોવિડ હોસ્પિટલની સુવિધા અંગે ડોક્ટરોની કમિટીએ સંતોષ વ્યક્ત કર્યો: જાડેજા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટના આદેશથી રચાયેલી કમિટીનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો
  • દરેક વોર્ડ-ICU માટે 10 દિવસ ચાલે તેટલો સ્ટોક ઉપલબ્ધ છે

રાજ્ય ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પટિલમાં કોવિડ-19 હોસ્પટિલમાં સારવાર બાબતે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. આ બાબતે કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા રચાયેલી ડોકટરોની ટીમે સિવિલ હોસ્પિટલની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો છે. અહેવાલમાં કહેવાયું છે કે,  રેસિડન્ટ ડોક્ટરો સાથે સિનિયર ડોક્ટરો પણ આવે છે. હાઇકોર્ટે સિવિલની ઓચિંતી મુલાકાત લેવાની સરકારની માગણીને પણ ધ્યાનમાં રાખી છે.  જાડેજાએ કહ્યું, સિવિલના સંચાલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધેલા પગલાંની હાઇકોર્ટે નોંધ લીધી હતી. હાઇર્કોટના આદેશથી સરકારે રેસિડેન્ટ ડોકટરો અને અન્ય સ્ટાફના પ્રશ્નોના ઉકેલ માટે  ડો. પંકજ શાહ, ડો. તેજસ પટેલ, ડો. અતુલ પટેલ અને ડો. હરિશ  દોશીની સમિતી રચી હતી. રાજ્ય સરકારે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા પત્ર અને નનામી અરજીમાં રજૂ ઉઠાવાયેલા મુદ્દા કોવિડ હોસ્પિટલની સાચી વિગત રજૂ કરતા ન હોવાથી તાત્કાલિક સુનાવણીની માગ કરી હતી.  તેમણે કહ્યું, રાજ્ય સરકારે હાઇકોર્ટને સિવિલ ખાતે ઉપલબ્ધ સુવિધાની વિગત ફોટોગ્રાફ સાથે રજૂ કરી હતી. ચાર ડોકટરોની ટીમ ઉપરાંત એસવીપી હોસ્પિટલના ડૉ. અમી પરીખ અને ડૉ.અદ્વૈત ઠાકોર અને સિવિલના ડૉ.વિપીન અમીને પણ હાઇકોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલમાં ઉલ્લેખ હતો કે, ડેડિકેટેડ સ્ટોર્સમાં દરેક વોર્ડ અને આઇસીયુ માટે ૧૦ દિવસનો સ્ટોક હંમેશા ઉપલબ્ધ રહે છે. હોસ્પિટલમાં રાઉન્ડ ધી કલોક સિનીયર ડોકટર સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપર મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ઓએસડી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...