તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇવ રેસ્ક્યુ:અમદાવાદમાં ઘર કંકાસથી પરેશાન પરિણીતાનો સાબમરતીમાં કૂદી આપઘાતનો પ્રયાસ, પોલીસના લાઇવ રેસ્ક્યુના વીડિયો સામે આવ્યા

અમદાવાદ22 દિવસ પહેલા
સાબરમતીમાંથી મહિલાનું રેસ્ક્
  • આજે સવારે સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક-વે પરથી પરિણીતા નદીમાં કૂદી

અમદાવાદના સુભાષ બ્રિજ પાસે મહિલા આપઘાત કરવા નદીમાં કૂદી હતી. કોઈ અજાણી મહિલા નદીમાં ડૂબી રહી હોવાની જાણ પોલીસને થતા રિવરફ્રન્ટ પર મહિલા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. જેમણે મહિલાને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા અને આખરે તરવૈયાની મદદથી મહિલાને બચાવી લેવાઇ હતી. મહિલાને રેસ્ક્યુ કરીને હાલ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે. મહિલા ઘર કંકાસથી સતત પરેશાન હતી જેથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘર કંકાશથી પરેશાન મહિલાનો આપઘાતનો પ્રયાસ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલા પોતાના ઘરમાં સતત થતા ઘર કંકાશથી પરેશાન હતી. જે સહન ન થતા પરિણીતાએ આજે સવારે સુભાષબ્રિજ નજીક રીવરફ્રન્ટ વોક-વે પરથી જપલાવ્યું હતું. મહિલા નદીમાં કૂદી બાદમાં તરફડીયા મારતી હતી ત્યારે આ વાતની જાણ રિવરફ્રન્ટની મહિલા પોલીસને થઈ હતી. રિવરફ્રન્ટ પોલીસના મહિલા પોલીસ કર્મચારી સ્નેહાબેન, અને અન્ય બે લોકોએ મહિલાને રેસ્ક્યુ કરવા માટે પ્રયાસ કર્યા હતા.

સાબરમતીમાં કૂદેલી મહિલાનું રેસ્ક્યુ
મહિલાને દોરી વડે જેમ તેમ રોકી રખાઈ પણ મહિલાનું વજન વધારે હોવાથી રેસ્ક્યુ બોટની મદદથી મહિલાને નદીમાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો હતો. આ મહીલાને હાલ કાઉન્સિલિંગ કરીને સમજાવવામાં આવી રહ્યા છે જ્યારે પોલીસ દ્વારા વધુ એક વ્યક્તિનો જીવ બચાવવામાં આવ્યો છે.