તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પ્રોમિસ ડે:પહેલાનાં સમય કરતાં લોકોમાં કમિટમેન્ટનો ગુણમાં 50% ઘટ્યો

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિટી ભાસ્કરે વાત કરી વિવિધ વયનાં લોકો સાથે જેમણે પ્રોમિસ વિશે પોતાના અભિપ્રાય શેર કર્યા
 • પ્રોમિસ નિભાવવામાં કોઈ વ્યક્તિ આગળ તો કોઈ પાછળ રહ્યું

અત્યારે પ્રોમિસનો અર્થ એક કમિટમેન્ટ થાય છે પરંતુ આજના જમાનામાં પ્રોમિસ એ એક્સ્ક્યુઝ વધારે બની ગયું છે. ભાગ્યેજ કહેલું પ્રોમિસ લોકો પાળતા હશે. જેથી સિટી ભાસ્કરે 15 વર્ષથી લઈને 70 વર્ષના જુદી-જુદી એજ કેટેગરીના લોકોને પ્રોમિસ વિશે પૂછ્યું હતું. તેમના માટે પ્રોમિસ શું છે અને જનરેશન ગેપમાં શું આ શબ્દનો અર્થ બદલાઈ ગયો છે. જેમાં જુદા-જુદા મત જાણવા મળ્યા હતા. શહેરના જાણીતા ચહેરાઓએ પોતાના અંગત અને પોતાના પરિવાર પાસેથી પ્રાપ્ત થયેલા અનુભવોને આધારે પ્રોમિસ અંગેના અભિપ્રાય આપ્યા હતાં. જેમાં કેટલાંકે પોતાનામાં પ્રોમિસનો ગુણ મક્કમ થયો હોવાનું તો કેટલાંકે તેમનામાં આ ગુણ ઘટ્યો હોવાનો સ્વિકાર પણ કર્યો હતો.

બહેનને આપેલું વચન નિભાવવામાં નિષ્ફળ
પ્રોમિસ એટલે વચન, વચન એટલે જવાબદારી. મારા દાદા-દાદીને અમુલ્ય વારસામાં મેળવાનો એક ગુણ પ્રોમિસ છે. મારા જન્મથી આજ દિન સુધી તેઓએ સમયસર વચનનોને નિભાવ્યા છે. મારા માતા-પિતાએ આપેલા વચન સમયઅંતરે પૂર્ણ થયા છે. હું મોટી બહેન હોવા છતા નાની બહેનને આપેલું વચનને નિભાવી શકતી નથી. -હિર રાવલ, બાળક

દરેક વચનને નિભાવું છું અને નિભાવીશ
મારા તરફથી આપવામાં આવેલા પ્રોમિસને હુ ક્યારે તોડતો નથી. અમારા ફેમિલીમાં નિયમ છે કે દરેકને આપેલા વચન નિભાવા જરુરી છે. પ્રોફેશનલ લાઈફમાં કે પર્સનલ લાઈફમાં આપવામાં આવેલા દરેક કમિટમેન્ટને મેં પૂર્ણ કર્યા છે. અને પ્રોમિસ ડે નિમિત્તે હું જીવનના તમામ પ્રોમિસ નિભાવવા કટીબદ્ધ થાઉં છું. -મલ્હાર ઠાક્કર, એક્ટર

ઉછેર પરથી કમિટમેન્ટ નિભાવીએ છીએ
પ્રોમિસ એટલે લોયલ્ટી, પ્રોમિસ એટલે ઓથેન્ટિસિટી કહેવાય છે. આ બન્ને ફેક્ટરનાં કારણે દરેક સબંધ સચવાય છે. મારુ માનવું છે કે તમે તમારા ઉછેરથી કમિટમેન્ટ નિભાવવાનું શીખી જાવ છો. તેજ રીતે હું પણ મારા ઉછેરથી જ પ્રેમીસ નિભાવવાનું શીખી છું. હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમા દરેક કમિટમેન્ટને નિભાવુ છું. - આરોહી પટેલ,એક્ટર

​​​​​​​કમિટમેન્ટની વલ્યુ હવે 50 ટકા ઘટી ગઈ છે
મને એવુ લાગે છે કે કમિટમેન્ટની વેલ્યુ વધારે હતી. અત્યારે બિઝનેસ,પર્સનલ કે રિલેસનશીપ હોય તો પણ કમિટમેન્ટની વલ્યુ 50 ટકા ઘટી ગઈ છે અને તે ફક્ત બહાનાબાજી પર અને સોરી તેમજ થેન્કયુ પર આવીને અટકાઈ ગયા છે. મારા ફાધરએ એક જ વસ્તુ કહેલી કે કમિટમેન્ટ પહેલા પૂર્ણ થવા જોઈએ. તેમાં કોઈ બહાનેબાજી ચાલે નહિં. -રુનલ પટેલ, કો-ચેર યુથ વિંગ

પહેલાની જેમ 100 ટકા કમિટમેન્ટ નથી રહ્યું
પ્રોમિસ એટલે તમે આપેલા શબ્દોને નિભાવુ. આ વસ્તુ તમને તમારા માતા-પિતા પાસેથી સંસ્કારમાં મળે છે. જ્યારે તમારા બાળકો તમને જોઈને શીખે છે. પહેલાનાં સમયમાં 100 ટકા કમિટમેન્ટ પૂર્ણ થતા હતા જ્યારે હવે 70 ટકા કમિટમેન્ટ નિભાવી શકાય છે. વચ્ચેના સમયમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. -પાવની બકેરી અગ્રવાલ, બિઝનેસ વિમેન

​​​​​​​હવે વચનની કોઈ કિંમત જ રહી નથી
અમારા સમયમાં વચન આપયા પછી તેને કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવતા હતા. ડગલે-પગલે આપવામાં આવતા વચનોને નિભાવવામાં આવતા હતા. જ્યારે અત્યારનાં સમયમાં આ વચનનોની કોઈ કિંમત નથી રહી. હવે દરેક વાતમાં જૂઠુ બોલવામાં આવતું હોય છે. ખોટું કરવું હવેનાં સમયમાં એક સામાન્ય વાત થઈ ગઈ છે. -રિટાયર્ડ પ્રો. કે બી ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો