ધંધાર્થીનો આપઘાત:અમદાવાદના નિકોલમાં યુવાને વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો પરિવારનો આરોપ, પોલીસ સ્ટેશનમાં જય સ્વામિનારાયણની ધૂન બોલાવી

અમદાવાદ2 મહિનો પહેલા
પરિવાર લાશને પોલીસ સ્ટેશનમાં �
  • ધંધાર્થીએ વિવિધ શખસ પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
  • 6 શખસે ધાકધમકી આપીને સમયસર રૂપિયા ચૂકવ્યા છતાં ઉઘરાણી કર્યાનો આરોપ લગાવ્યો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. પરિવારજનો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, વ્યાજખોર તેમને ધમકી આપતા હતા. તેમજ એમની સામે અરજી પણ પોલીસમાં કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ બનાવ બાદ પરિવારજનો ન્યાય માટે મૃતકની લાશને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્વામિનારાયણ ધૂન લાશની ફરતે બેસીને બોલાવી હતી.

ધંધા માટે કામળિયાએ 8 લાખ વ્યાજે લીધા હતા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભૂપેન્દ્ર કામળિયાએ આજે સવારે તેમના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પત્નીએ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી કે ધંધાના કામ માટે ભૂપેન્દ્રભાઈએ 8 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા તેમણે વિક્રમભાઈ, કાલુ રબારી, ભગા રબારી, રાજુ રબારી, હકો રાજધાની, નીતિનભાઈ પાસેથી લીધા હતાં. આ રૂપિયા તેઓ સમયસર ચૂકવી દીધા હતા. તેમ છતાં તેમની પાસે ધાકધમકી આપીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી.

ધંધાના કામ માટે આપઘાત કરી લેનાર ભૂપેન્દ્રભાઈએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા
ધંધાના કામ માટે આપઘાત કરી લેનાર ભૂપેન્દ્રભાઈએ 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા

પોસ્ટમોર્ટમ બાદ પરિવાર લાશ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો
આજે સવારે ભૂપેન્દ્રભાઈ ખૂબ ચિંતામાં હતા એટલે તેમની પત્નીએ પૂછતાં તેમણે અંગેની જાણ તેમને કરી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પરિવારજનો તેમની લાશને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. પરિવાર લાશને પોલીસ સ્ટેશનમાં મૂકીને તેની ફરતે ગોઠવાઈ ગયા અને ધૂન બોલાવા લાગ્યા હતાં. આ બનાવમાં હાલ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
વ્યાજખોરના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ
અન્ય સમાચારો પણ છે...