નિર્દેશ:અમદાવાદમાં કચરાની 97 ટ્રોલી નજીક ગંદકી ન થાય તે માટે કમિશનરની સૂચના

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરા પેટી પાસે ગાયોનો અડ્ડો ન જામે તે જોવા તાકીદ કરાઈ
  • મોનિટરિંગ કમિટીને સતત સર્વેલન્સ કરવા માટે નિર્દેશ અપાયા

શહેરમાં જાહેર રસ્તા પર રખડતી ગાયોના મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં ગુજરાત સ્ટેટ લીગલ સેલે કરેલી તપાસના રિપોર્ટમાં બહાર આવ્યું કે, 97 જગ્યાએ સિલ્વર (કચરો નાખવાની) ટ્રોલીની પાસે બહાર પડતો કચરો ખાવા ગાયોનો અડ્ડો જામતો હોય છે. હાઇકોર્ટમાં રજૂ થયેલા રિપોર્ટને ધ્યાને લઇ મ્યુનિ. કમિશનરે આ 97 સિલ્વર ટ્રોલીની પાસે કચરો ન ફેંકાય તે ધ્યાને લેવા માટે મોનિટરિંગ કમિટીની નિમણૂક કરી છે, જેને ટીમ દ્વારા સતત સર્વેલન્સ કરવાની કામગીરીનો નિર્દેશ આપ્યો છે.

મ્યુનિ. કમિશનરે આસિ. મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં વોર્ડ કક્ષાએ એક મોનિટરિંગ કમિટી રચવાનો નિર્ણય કર્યો છે, જેમાં વોર્ડના પી.એચ.એસ., આસિ. ઇજનેર, વોર્ડ એસ્ટેટ ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર તથા અન્ય 4 સભ્યો મળી 48 વોર્ડમાં કમિટી બનાવી છે. આ કમિટીને સ્થળો પર મુકવામાં આવેલી આ સિલ્વર ટ્રોલીમાં નાગરિકો કચરો નાખે તેને બદલે ડોર ટુ ડમ્પની ગાડીઓમાં કચરો નાખે તેવી વ્યવસ્થા જોવા નિર્દેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...