ટી મીટીંગ:પોલીસનો લોકો સાથેનો વ્યવહાર જાણવા કમિશનર હવે દરેક પોલીસ સ્ટેશનમાં જઈ ‘ચાય પે ચર્ચા’ કરશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર મંગળ-શુક્રવારે કમિશનરની ચેમ્બરમાં અધિકારીઓ સાથે ટી મિટિંગ થતી હતી

પોલીસ કમિશનર દ્વારા અઠવાડિયામાં 2 દિવસ તેમની ચેમ્બરમાં ટી મીટીંગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહે છે. જો કે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે હવે ટી મીટીંગ તેમની ચેમ્બરમાં નહીં પરંતુ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવાનું શરુ કર્યુ છે. તેમનું એવું માનવું છે કે પોલીસ સ્ટેશનની વાસ્તવિકતાનો ચિતાર મેળવવા તેમજ પોલીસ અને લોકોને નડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના ભાગ રૂપે આ પહેલ કરી છે.

શહેરમાં બનતી ઘટનાઓ, ડિટેકશન, પોલીસની કામગીરી, નવી યોજના સહિતની નિતિ વિષયક બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે દર મંગળવાર અને શુક્રવાર એમ બે દિવસ પોલીસ કમિશનર દ્વારા તેમની ચેમ્બરમાં ટી મીટીંગ યોજવામાં આવે છે. જો કે પોલીસ કમિશનરે હવે ટી મિટિંગ તેમની વારાફરથી તમામ પોલીસ સ્ટેશનોમાં રાખવાનું શરૂ કર્યુ છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, પોલીસની કામ કરવાની પધ્ધતિ, પોલીસનો લોકો સાથેનો વ્યવહાર, પોલીસ અને લોકોની સમસ્યા, પોલીસ સ્ટેશનના રેકોર્ડ, વાહનો, હથિયારો, પોલીસ સ્ટેશનોમાં બનાતા ગુનાઓ અને તે શોધવા માટે પોલીસ જે રીતે કામ કરે છે, તે તમામ બાબતો જાણવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. પહેલી મિટિંગ નરોડા પોલીસ સ્ટેશનમાં અને હવે બીજી મિટિંગ મંગળવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં યોજાશે.

પોલીસ સ્ટેશનની કામગીરીનો રિવ્યૂ કરાશે​​​​​​​
પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ, દાખલ થતી ફરિયાદો, ક્રાઈમ રેકોર્ડ, હથિયારો, વાહન, પોલીસને લગતી સમસ્યા તેમજ લોકોની સમસ્યા સહિતની કામગીરીનો ટી મીટીંગમાં એક સાથે રિવ્યૂ કરાય છે. જેથી એક જ જગ્યાએ બધા જ અધિકારીઓ ભેગા થઈને દરેક બાબતોની ચકાસણી કરી શકે તે માટે પોલીસ સ્ટેશનોમાં ટી મીટીંગ શરૂ કરવામાં આવી છે. > સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર

મહિલા, બાળકો, વૃદ્ધો માટે લોન્જ બનશે​​​​​​​​​​​​​​
​​​​​​​પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓ, બાળકો અને વૃધ્ધોને બેસવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં અલાયદી વ્યવસ્થા કરવાનો સૂર આવી રહ્યો છે. જેથી દરેક પોલીસ સ્ટેશનોમાં આ માટે અલગથી લોન્જ બનાવવા વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...